રાજ્યના પોલીસ બેડામાં PSIની બદલીનો બીજો રાઉન્ડ નીકળ્યો છે, રાજકોટ સહીત રાજ્યના વધુ 169 પીએસઆઇની બદલીના ઓર્ડર નીકળ્યા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોલીસ વિભાગમાં વધુ એક વખત બદલીઓના ઘાણવો નીકળ્યો છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 169 PSI (બિન હથિયાર ધારી)ની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 11 PSIની નિમણુંક કરવામાં આવી છે જયારે 7 PSI આંતરિક અને જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે.