ભ્રષ્ટાચાર પર ચીનનું ઝીરો ટોલરન્સ, પૂર્વ ન્યાય મંત્રીને ફાંસીની સજા

ચીની મીડિયા અનુસાર, પૂર્વ  ન્યાય મંત્રી 67 વર્ષીય ફૂ ઝેન્ગુઆએ પોતાના કાર્યકાળ દરમિયાન અંગત ફાયદા માટે હાઈ-પ્રોફાઈલ ભ્રષ્ટાચાર કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપ ચીનની એક કોર્ટે ગુરુવારે પૂર્વ ન્યાય મંત્રીને બે વર્ષની જેલ અને મૃત્યુની સજા ફટકારી છે. આ નિર્ણય સાથે ચીને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે, તે ભ્રષ્ટાચારમાં કોઈ ઢીલાશ નહીં ચલાવે.

પૂર્વ રેલ મંત્રીને પણ 2013માં મોતની સજા મળી હતી

આ પહેલા ચીનના પૂર્વ રેલ મંત્રીને પણ 2013માં મોતની સજા સંભળાવવામાં આવી હતી. તે ભ્રષ્ટાચારમાં પણ દોષિત ઠર્યો હતો.

સમગ્ર ઘટના શું છે ? 

જુલાઈમાં, ચીનના ભૂતપૂર્વ ન્યાય મંત્રી ફાઈ ઝેન્ગુઆની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન, ફેએ પોતાના પર લાગેલા આરોપો સ્વીકાર્યા હતા. ચિની મીડિયા અનુસાર, ફે પાસે ભેટ અથવા પૈસા તરીકે “117 મિલિયન યુઆન ($17.3 મિલિયન) હતા.

મળતા અહેવાલ અનુસાર, “ફૂ ચીનની સરકારમાં ખૂબ જ ઉચ્ચ હોદ્દા પર હતા અને ન્યાય મંત્રી સહિત સરકારમાં અનેક હોદ્દા પર હતા. તેમના પર પોતાના પદનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ હતો. અંગત લાભ માટે ફુએ અબજોનું કૌભાંડ કર્યું હતું.

જુલાઈમાં કોર્ટ કેસ શરૂ થયો, ત્યારે ફરિયાદીઓએ કહ્યું હતુ કે, “બેઇજિંગ મ્યુનિસિપલ પબ્લિક સિક્યુરિટી બ્યુરોમાં તેમના કાર્યકાળ દરમિયાન, ફુએ જાણી જોઈને પોતાના ભાઈ પર ફોજદારી કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું, જેના પર ગંભીર ગુનાહિત આરોપો હતા.” કોર્ટમાં તેના અંતિમ નિવેદનમાં, ફુએ તેના અપરાધની કબૂલાત કરી અને અપરાધ પણ સ્વીકાર્યા હતા. ફુએ પોતે કરેલા કૃત્ય બદલ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો.

બે વર્ષ સાથે મૃત્યુદંડની જોગવાઈ શું છે? 

ચીનના કાયદા હેઠળ, મૃત્યુદંડ સાથે બે વર્ષ કે, તેથી વધુ કેદની સજાનો વિશેષ અર્થ છે. આનો અર્થ એ છે કે દોષિતના વર્તનના આધારે મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલી શકાય છે. તેથી, ફૂને પણ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે, જો તે આ બે વર્ષમાં સાબિત કરે છે કે તેમને પોતાની ભૂલનો ખરેખર પસ્તાવો છે, તો તેની સજાને આજીવન કેદમાં ફેરવી શકાય છે.