ભારત જોડો’ના પોસ્ટર ઉપર સાવરકરની ફોટો, કોંગ્રેસે કહ્યું પ્રિન્ટિંગ મિસ્ટેક

કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રા ચાલું છે. આ દરમિયાન જેવી યાત્રા કેરળના અર્નાકુલમ જિલ્લામાં પહોંચી તેની સાથે જ એક અનપેક્ષિત ભૂલનો સામનો કરવો પડ્યો છે. યાત્રાના એક પોસ્ટરમાં અન્ય સ્વતંત્રતા સેનાનીઓની સાથે લાઈનમાં વિનાયક દામોદર સાવરકરનો ફોટો પણ સામેલ હતો. આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે, તે એક પ્રિન્ટિંગ મિસ્ટેક હતી.

જો કે કોંગ્રેસે ક્યારેય સાવરકરને સ્વતંત્રતા સેનાની માન્યા નથી. કોંગ્રેસ કહેતી રહી છે કે, તેમણે અંગ્રેજો સાથે લડવાને બદલે માત્ર તેમની માફી માંગી છે. કેરળના અપક્ષ ધારાસભ્ય પી.વી. અનવરને LDFનું સમર્થન છે. તેમણે ફેસબુક ઉપર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રાના ભાગરૂપે ચેંગમનાદમાં મૂકવામાં આવેલા પોસ્ટરમાં સાવરકરનો ફોટો છે.

સાવરકરની જગ્યાએ લગાવ્યો બાપૂનો ફોટો

તેમણે આગળ લખ્યું હતું કે, ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાવરકરના ફોટાની ઉપર મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યો. ધારાસભ્યે જણાવ્યું હતું કે જ્યારે અલુવામાં ‘ભારત જોડો’ યાત્રાના પોસ્ટર ઉપર સાવરકરનો ફોટો છે તેવા અહેવાલ આવ્યા બાદ મુસ્લિમ લીગે કહ્યું હતું કે આ પોસ્ટર કર્ણાટકનું છે. ત્યાં BJPએ સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પોસ્ટર લગાવ્યું હતું. જો કે આ પોસ્ટર કર્ણાટકનું નથી કેરળનું છે. કોંગ્રેસે સાવરકરના ફોટા ઉપર મહાત્મા ગાંધીનો ફોટો કવર કરીને પોતાની ભૂલ સુધારી હતી.

કોંગ્રેસના પોસ્ટર ઉપર સાવરકરની ફોટો જોઈને BJPના IT સેલ પ્રમુખ અમિત માલવીયે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘વીર સાવરકરનો ફોટો અર્નાકુલમમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શોભાવે છે. જો કે માડો પરંતુ રાહુલ ગાંધી માટે સારી અનુભૂતિ છે.’ શહજાદ પૂનાવાલાએ કહ્યું હતું કે રાહુલ જી, ‘તમે ઈતિહસને ગમે તેટલો અજમાવી લો છતાં સત્ય સામે આવી જ જાય છે. સાવરકર વીર હતા! જે છુપાવે છે તે ‘કાયર’ છે.’