પોરબંદર માં ઉજવાનારા સંકલ્પ દિવસની તડામાર તૈયારીઓ

૨૩ સપ્ટેમ્બરે ડો. બાબા સાહેબ આંબેડકર ની પુણ્ય પ્રતિમા સમક્ષ યોજાનાર આ કાર્યક્રમમાં અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો સમક્ષ “સંકલ્પ પત્ર” નું વાંચન કરવામાં આવશે, આ ઉપરાંત અનુસૂચિત જાતિ ઉપર થતા અત્યાચારો અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે.

ડો. ભીમરાવ રામજી આંબેડકર સાહેબનો સંકલ્પ દિવસ એ એમના જન્મથી પરિણીર્વાણ સુધીના સંઘર્ષ અને સમાજ ઉત્થાન માટેની પ્રતિજ્ઞાનો ઐતિહાસિક દિવસ છે. પોરબંદર અનુસૂચિત જાતિ સુપ્રીમ કાઉન્સિલના તમામ હોદેદારો અને સભ્યો બાબા સાહેબની વિચારધારા સાથે સંપૂર્ણ સહમત હોય આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. સમુચી જાતિના ઉત્થાન માટે સમાજનો એક એક વ્યક્તિ સક્રિય રહે તેવા હેતુસર “પોરબંદર અનુસૂચિત જાતિ સુપ્રીમ કાઉન્સિલની” સ્થાપના થઈ છે.

આયોજીત કાર્યક્રમમાં સમાજના ભાઈઓ બહેનોને બાબા સાહેબની પ્રતિમા નવા ફુવારા સ્થળે ૧૧ કલાકે ઉપસ્થિત રહેવા અને સંકલ્પ પત્ર વાંચન બાદ કલેક્ટરને આવેદન આપવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. સુપ્રીમ કાઉન્સિલનું આયોજન સફળ બનાવવા જિલ્લાના ગામડાઓમાં ખાસ તૈયારીઓ ચાલી રહી છે તો શહેરોમાં પણ વોર્ડ વાઈઝ મીટીંગો ધમધમી રહી છે.