પોરબંદરના છાંયા સ્થિત અને મહિલા ઉત્કર્ષ માટે અગ્રેસર રહેતા મહિલા વિકાસ ટ્રસ્ટ ના આયોજનમાં એક દિવસીય રાસ ગરબા અને કેટલીક સ્પર્ધાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજિત કરવામાં આવ્યું છે.
તારીખ ૨/૧૦/૨૦૨૨ ને સાંજે ચાર કલાકે આ કાર્યકમ યોજવામાં આવ્યો છે, સ્થળ : બરડાઈ બ્રહ્મસમાજ છાંયા
રાસ ગરબા કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનો અને કુમારિકાઓએ ચણીયા ચોળી અને સાડી પહેરવી ફરજીયાત કરવામાં આવ્યું છે.