તાજેતરમાં પ્રગટ થયેલી માહિતી મુજબ પૃથ્વી પર ૨૦૦ લાખ કરોડ કીડીઓ છે. કુદરતની જીવનસાંકળમાં દરેક સુક્ષ્મ જીવનું પણ મહત્વ છે પરંતુ ઓડિશા રાજયનું એક ગામ એવું છે કે રોજ ઉભરાતી ચાલ ચટ્ટાક કિડીઓથી ત્રાસી ગયું છે. આ ગામનું નામ બ્રાહ્મણશાહી છે. ગામના લોકો ઝેરી, ચટકા ભરતી કિડીઓથી કંટાળીને ગામ છોડવા મજબૂર બની ગયા છે. આવું અગાઉ કયારેય જોવા મળ્યું નથી.
આ વર્ષે વરસાદ વધારે પડયો અને વરસાદ પડયા પછી ગામની જમીન કરોડો કીડીઓથી ઉભરાવા લાગી છે.લોકો આને કીડીઓનો વિસ્ફોટ સમજે છે. ૨૦૧૩માં ફેલિન ચક્રવાત આવ્યું ત્યારે કેટલાક સ્થળે કીડીઓ દેખાઇ હતી પરંતુ આટલી સંખ્યામાં પ્રથમવાર જોવા મળ્યું છે. ઘરની છત્ત, દિવાલ, છાપરા, કબાટ કોઇ સ્થળ કીડીઓ વગરનું નથી. રાત્રે સુતા હોય ત્યારે ખાટલામાં પણ કિડીઓ પડે છે.