ભાજપ નેતા અને બિગ બોસની સ્પર્ધક રહી ચુકેલી સોનાલી ફોગટના મોતના મામલામાં ચાલી રહેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
સોનાલીના પીએ સુધીર સાંગવાને પોલીસને કહ્યુ હતુ કે, સોનાલીએ પોતે જ ગોવાના ગ્રાન્ડ લિયોની રિસોર્ટમાં ડ્રગ્સ મંગાવ્યુ હતુ અને તેનુ સેવન કર્યુ હતુ. પહેલા તેણે રિસોર્ટ અને બાદમાં કર્લીઝ ક્લબમાં ડ્રગ્સનુ સેવન કર્યુ હતુ. ડ્રગ્સના ઓવરડોઝના કારણે તે ચાલી પણ શકે તેમ નહોતી .
સાંગવાને કહ્યુ હતુ કે, સોનાલીએ જે એમડીએમએ ડ્રગ્સ મંગાવ્યુ હતુ તેની કિંમત 12000 રુપિયા હતી. તેણે પોતાના રૂમમાં મારી અને અમારા બીજા એક મિત્ર સુખવિન્દર સાથે નાકથી સૂંઘીને આ ડ્રગ્સ લીધુ હતુ. ઓવરડોઝના કારણે સોનાલીને ઉલટીઓ પણ થઈ હતી.
સાંગવાને કહ્યુ હતુ કે, એ પછી આ ડ્રગ્સ બાથરૂમમાં ફ્લશ કરી દેવામાં આવ્યુ હતુ. સોનાલીનુ મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયુ હતુ.
આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે. આ તપાસમાં ગોવા પોલીસની લાપરવાહી પણ સામે આવી છે. કારણકે સોનાલીના મોત બાદ અત્યાર સુધી ગોવા પોલીસે તેનો આઈફોન ચેક કરવાની તસ્દી જ લીધી નહોતી.