અભિલાષા શૈક્ષણિક સંકુલ” ને ખેલ મહાકુંભ-૧૧ નો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ

તાજેતરમાં યોજાઈ ગયેલા ખેલ મહાકુંભ-૧૧ માં ભાણવડ તાલુકાની સરકારી તેમજ ખાનગી સ્કુલોમાં ભાણવડના વાનાવડ પાટીયે આવેલ ખાનગી સ્કુલ અભિલાષા શૈક્ષણિક સંકુલે સમગ્ર તાલુકાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ જીતી લીધો હતો.

આ એવોર્ડ બદલ રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્રારા રોકડ ₹.૨૫૦૦૦/-નો ચેક અર્પણ કરેલ જે દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેષ પાંડેયના હસ્તે શાળાના આચાર્ય શ્રી બીનાબેન ખીરસરીયાએ સ્વીકારેલ.