ST કર્મચારીઓ ફરી રિસાયા, સમાધાન ઢોંગ કે લાલચનો પ્રવેશ ?

આજે સવારે એસટી (ST) નિગમના કર્મચારીઓના આંદોલનનો અંત આવ્યો હતો અને તેને આંદોલનોના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત માનવામાં આવી હતી. જોકે એસટીના કર્મચારીઓએ યુનિયનના નિર્ણયનો અસ્વીકાર કર્યો છે અને માત્ર 3 જ કલાકમાં સ્થિતિ પલટાઈ ગઈ છે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે અડધી રાતે બેઠક યોજાઈ હતી જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બેઠકમાં એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને આશરે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.