હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે: આચાર્ય વિનોબા ભાવે

ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.

આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. ગૌમાતાની સેવાનો પથ સંકલ્પ લઈએ.

ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?

 • ભારતની દેશી કુળની ગાયનાં દૂધ, દહીં, ઘી જ ઉપયોગ કરીએ.
 • પંચગવ્ય નીર્મિત દવાઓનો ઉપયોગ કરીએ.
 • ગૌ આધારિત જૈવિક ખેતી અપનાવીએ.
 • ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ.
 • એક પરિવાર થકી એક ગાયનું પાલન પોષણ કરીએ.
 • ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ.
 • ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ.
 • ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ.
 • માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલવિધિ અપનાવીએ.
 • જન્મદિવસ, લગ્ન સંસ્કાર જેવા તેમજ અન્ય પ્રસંગો ઉપર ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ.
 • દિકરીને એક ગાયનું દાન આપીએ.
 • ગોપાલકોને આદર અને સન્માન આપીએ.
 • ઘરમાં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ.
 • દરરોજ ગૌમાતાનાં દર્શન કરીએ.
 • વર્ષમાં અનેક વખત ગૌશાળા-પાંજરાપોળોની મુલાકાત લઈએ.
 • ગૌ ઉત્સવો જોરોશોરોથી ઉજવવાની શરૂઆત કરીએ.
 • ગૌ સેવા અર્થે પ્રકાશિત થતી પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ તેમજ મીડિયામાં ગૌસેવાનો પ્રચાર કરીએ.
 • ગૌ રક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતનાં ગૌસેવાનાં તમામ કાર્યોમાં સહયોગ આપીએ