અલવિદા રાજુ: મળી હતી દાઉદ ઈબ્રાહિમની ધમકી, જાણો જાણી-અજાણી વાતો

પોતાની બેસ્ટ કોમેડી અને દિલ ખુશ મિજાજથી હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. બુધવારે સવારે 10:20 વાગ્યે રાજુનું અવસાન થયું હતું. રાજુ શ્રીવાસ્તવનું અવસાન થયું ત્યારથી જ ચાહકો તેમના વિશે વધુ ને વધુ જાણવા ઈચ્છતા હતા.

રાજુ શ્રીવાસ્તવની નેટવર્થ

રાજુ શ્રીવાસ્તવની નેટવર્થ લગભગ 20 કરોડ રૂપિયા છે અને તેમની આવકનો મુખ્ય સ્ત્રોત હોસ્ટિંગ, જાહેરાત, રિયાલિટી શો અને સ્ટેજ શો હતા. આ ઉપરાંત રાજુનું કાનપુરમાં ઘર છે. બીજી તરફ રાજુના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે ઈનોવા, ઓડી Q7 અને BMW 3 સીરીઝ છે. રાજુની ઓડીની કિંમત લગભગ 82 લાખ રૂપિયા અને BMWની કિંમત લગભગ 47 લાખ રૂપિયા છે.

રાજુ શ્રીવાસ્તવની ખાસ વાતો

– રાજુ શ્રીવાસ્તવ ઉત્તરપ્રદેશના કાનપુરના રહેવાસી હતા અને તેમનું અસલી નામ સત્યપ્રકાશ શ્રીવાસ્તવ હતું.

– રાજુ શ્રીવાસ્તવના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ એર કવિ હતા. તેમને લોકો લો બલઈ કાકાના નામથી જાણતા હતા.

– રાજુ શ્રીવાસ્તવ નાનપણથી જ એક સારા મિમિક આર્ટિસ્ટ રહ્યા હતા અને તેમણે ઓછી ઉંમરમાં જ નક્કી કરી લીધું હતું કે, તેમણે કોમેડિયન બનવું છે. રાજુને કોમેડીની સાથે એક્ટિંગનો પણ શોખ હતો.

– રાજુ શ્રીવાસ્તવે અનિલ કપૂર અને માધુરી દિક્ષિતની ફિલ્મ તેજાબથી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું.

– પોતાની બેસ્ટ કોમેડી અને પરફેક્ટ ટાઈમિંગના કારણે એક સમયે રાજુ ભારતના સૌથી વધુ તમાણી કરનારા કોમેડિયન હતા.

– વર્ષ 2013માં રાજુ શ્રીવાસ્તવે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 6માં પરફોર્મ કર્યું હતું.