જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બૉર્ડની કન્યાશાળા જમીનદોસ્ત કરવા સામે મુસ્લિમ સમાજમાં ઉગ્ર રોષ

જુમાભાઈ ખફી સહિતના સમાજના વરિષ્ઠ આગેવાનોની મિટીંગ મળી

તા. ૧૯-૯-૨૨ના રોજ ગુજરાતી બરીગર સિપાઇ જમાત ખાનામાં મુસ્લીમ સમાજના આગેવાનોની મીટીંગ રાખવામાં આવી હતી આ મીટીંગમાં જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પુર્વ પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહીમભાઇ ખફી તથા હાજી હુશેનભાઇ એરંડીયા તથા સમસ્ત સુન્ની મુસ્લીમ જમાતાના પ્રમુખ હાજ જુમ્માભાઇ ખફી તેમજ મુસ્લીમ જમાતા અલગ અલગ જમાતના આગેવાનો હાજી કાદરબાપુ જુણેજા, જુસબભાઇ જે.કે., હાજી દાઉદભાઇ સાટી, (એડવોકેટ) ઝાીકર એમ. કોરેજા, (એડવોકેટ), ફેઝલભાઇ ચરીયા,  (એડવોકેટ) સલીમભાઇ બ્લોચ, હારૂનભાઇ શેખ, સૈયદ અબુબકર કાદરીબાપુ, અબ્દુલા વલીમામદ બ્લોચ, યુનુસભાઇ સમા વિગેરે હાજર રહયા હતા.

આ મીટીંગનું સંચાલન જૂમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પુર્વ સેક્રેટરી યાકુબભાઇ હસનભાઇ જુવારીયએ કરેલ અને તે મીટીંગમાં જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ સંચાલીત પ્રાથમીક ક્ધયા શાળા કોઇપણ જાતી મંજુરી લીધા વગર પાડી જમીનદોસ કરેલ હોય તેનો સખત શબ્દોમાં વિરોધ કરી અને ફરી અ જ જગ્યાએ આધુનીક સ્કુલ બનાવવાનું સર્વાનુમતે માંગણી કરવામાં આવેલ હોય અને ભવિષ્યમાં જુમ્મા મસ્જીદ બોર્ડની કોઇપણ મિલકત હાલના વહીવટકર્તા આવું કૃત્ય કરે નહી તેની તકેદારી રાખી નોંધ લેવાની જાણ આ મીટીંગમાં સર્વાનુમતે કરવામાં આવેલ છે.

આ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ તરફથી પ્રાથમિક શાળા જમીનદોસ કરી પાડી નાખેલ હોય તે કાર્યવાહીની સમગ્ર માહિતી એકત્રીત કરવા યાકુબભાઇ હસનભાઇ જુવારીયા તથા અબ્દુલા વલીમામદ બ્લોચ તથા સૈયદ અબુબકર કાદરીબાપુએ આ અંગે જહેમત ઉઠાવેલ હતી અને તેના સમર્થનમાં મીટીંગમાં હાજર રહેલા તમામ મુસ્લીમ આગેવાનોએ તેમની કાર્યવાહી અંગે બિરદાવેલ અને ભવિષ્યમાં સમર્થન આપવાની ખાત્રી આપી હતી.