ફરી લૂંટાયો હીરા વ્યાપારી : પોલીસનો ડર ના હોય તેમ લૂંટની ઘટનામાં વધારો સુરતના કાપોદ્રા વિસ્તારમાં લાખોના હીરાની લૂંટ કાપોદ્રા અક્ષર ડાયમંડમાં હીરાના કારખાનામાં લૂંટની ઘટના ચાર જેટલા લૂંટારુંઓ હથિયાર બતાવી લૂંટ ચલાવી ફરાર થયા લૂંટારુઓ 7 લાખના હીરા લઈ ફરાર થતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી લૂંટારુઓને શોધવા પોલીસે કવાયત હાથ ધરી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં આવેલા એક હીરા કારખાનામાં લૂંટની ઘટના સામે આવી છે.મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારૂઓ કારખાનામાં પ્રવેશ કર્યો હતો.કારખાનેદાર અને કામ કરતાં કારીગરોને હથિયાર બતાવી અંદાજે સાત લાખના હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા કાપોદ્રા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. શહેર સુરત દીવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે વધુ એક ક્રાઈમ ની ઘટના શહેર માંથી સામે આવી છે જ્યાં સુરતમાં વધુ એક હીરા વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી છે.
થોડા દિવસ પહેલા કતારગામ વિસ્તારમાંથી એક હીરા વેપારી લૂંટાયો હતો.તો હવે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી હીરાના વેપારી સાથે લૂંટની ઘટના બની છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રચના સર્કલથી કાપોદ્રા રોડ પર આવેલ અક્ષર ડાયમંડ હાઉસના બિલ્ડીંગ નંબર પાંચમાં હીરાનું કારખાનું ધરાવતા વેપારીને ત્યાં લૂંટ ઘટના બનવા પામી હતી હીરા વેપારી મનસુખભાઈ અવૈયા મોડી સાંજે કારખાનામાં હતા ત્યારે મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારો આવ્યા હતા. લૂંટારૂઓ હીરા વેપારી મનસુખભાઈ ,તેના ભાગીદારો અને કારખાનામાં કામ કરતા કારીગરોને તીક્ષ્ણ હથિયારોથી ડરાવી કારખાનામાં રહેલ હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
કાપોદ્રામાં હીરા વેપારી સાથે લૂંટની ઘટના બની હોવાની જાણ પોલીસને થતા કાપોદ્રા સહિત ડીસીબી અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાને લઈને વેપારી અને કારીગરોની પૂછપરછ સાથે તપાસ શરૂ કરી હતી. જ્યાં પોલીસને વેપારીએ જણાવ્યું હતું કે મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારુઓ આવ્યા હતા. કારખાનામાં પોલિશ કરવા માટે લાવવામાં આવેલા હીરા લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારો અંદાજે સાત લાખના હીરા કારખાનામાંથી લૂંટી નાસી છૂટ્યા હતા.હાલ તો ઘટના અંગે પોલીસે લૂંટની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરવાના અને તેના પગેરૂ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.