નવરાત્રી અને દશેરા નિમીતે કતલખાનાઓ બંધ રાખવા રજૂઆત

માં નવદુર્ગાની આરાધના કરવાનું દેશનું સૌથી મોટું પર્વ નવરાત્રી અને દશેરા નિમીતે તા.26/09/2022 (સોમવાર) થી 04/10/2022 (મંગળવાર) સુધી તથા દશેરા તા.05/10/2022 (બુધવાર) નાં રોજ કતલખાનાઓ બંધ રાખવામાંસ-મટનઈંડાચીકનમચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે એનિમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરાઈ છે.

તંત્ર દ્વારા આ પ્રકારનું જાહેરનામું બહાર પડે અને તેનું અમલીકરણ થાય તેવી એનિમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણીપ્રતિક સંઘાણીઘનશ્યામભાઇ ઠકકરધિરેન્દ્ર કાનાબારએડવોકેટ કમલેશભાઈ શાહરમેશભાઇ ઠકકરરજનીભાઈ પટેલવિષ્ણુભાઇ ભરાડગૌરાંગભાઈ ઠક્કરપારસભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.