કોંગ્રેસમાં ટેલેન્ટ હન્ટ થકી પ્રવક્તાની પસંદગી, RSS વિરોધી હોવુ ફરજિયાત

મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ફરી એક વખત પ્રવકતાઓની નિમણૂંક કરવા માટે ટેલન્ટ હન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે.

હાઈકમાન્ડનુ કહેવુ છે કે, ટેલેન્ટ હન્ટનો ઉદ્દેશ નવી પેઢીને આગળ લાવવાનો છે. જોકે પ્રવકતા બનવા માટે કેટલાક ધારા ધોરણો ઉમેદવાર માટે ફરજિયાત બનાવાયા છે. જેમાં આરએસએસની વિચારધારાના વિરોધી હોવુ બહુ જ જરુરી છે.

કોંગ્રેસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે, જે આરએસએસની વિચારધારાનો વિરોધી નથી તેને પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી.જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે તેમની જ પાર્ટીને જરૂરી છે.

એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કોંગ્રેસના મીડિયા સેલના ઈન્ચાર્જે કહ્યુ હતુ કે, બહુ જલદી ટેલેન્ટ હન્ટનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. જોકે આ માટે 6 લાયકાત આવશ્યક છે

– ભાષા પર પકડપુરી

– વિવિધ વિષયોની જાણકારી

– ઓછામાં ઓછી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી

– કોંગ્રેસની નીતિઓની જાણકારી

– આરએસએસની વિચારધારાને ધ્વસ્ત કરવાનુ ઝનૂન

– ટેકનિકલ જાણકારી

આવનારા એક બે મહિનામાં ગૂગલ ફોર્મ થકી ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવશે અને તેના આધારે પ્રવક્તાની પસંદગી કરવામાં આવશે.