NDA ના રાજમાં ૯૫ ટકા CBI રેડ વિરોધપક્ષો વિરુધ, જાણો UPA સરકારમાં શું હતી સ્થિતિ ?

સીબીઆઇ અને ઇડી જેવી તપાસ એજ્ન્સીઓનો ઉપયોગ સત્તાધારી પક્ષ વિરોધીઓની વિરુધ કરતો હોવાના આક્ષેપો ભારતીય રાજકારણમાં ખૂબ જુના છે. આ મુદ્વે અનેક વાર સંસદની અંદર અને સંસદ બહાર રાજકિય વાતાવરણ ગરમાયેલું રહયું છે. તાજેતરમાં એક અંગ્રેજી સમાચારપત્રની તપાસમાં જાણવા મળ્યું છે કે

સત્તાધારી એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) સરકારના સમયમાં સીબીઆઇના સકંજામાં આવેલા ૯૫ ટકા નેતાઓ વિરોધપક્ષ સાથે સંબંધ ધરાવે છે. આ આંકડો ૨૦૦૮ થી ૨૦૧૪ સુધી કોંગ્રેસ સમર્થિત યુપીઇ (યુનાઇટેડ પ્રોગ્રેસ એલાયન્સ)ના શાસન સમયે ૬૦ ટકા જેટલો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર યુપીએ સરકારના સમયમાં ૧૦ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ૭૨ જેટલા નેતાઓને ત્યાં સીબીઆઇની રેડ પડી હતી. જેમાંથી ૪૩ ટકા વિપક્ષના હતા.

ભાજપના નેતૃત્વમાં વર્તમાન એનડીએ સરકારના સમયમાં ઓછામાં ઓછા ૧૨૪ મુખ્ય નેતાઓને સીબીઆઇ તપાસ થઇ જેમાં ૧૧૮ વિપક્ષના છે જ ૯૫ ટકા જેટલા છે. અહેવાલમાં વધુ વિવરણ કરતા જણાવવામાં આવ્યું છે કે યુપીએ સરકાર દરમિયાન ૨ જી સ્પેકટ્રેમથી માંડીને કોમનવેલ્થ અને કોલ બ્લોક ફાળવણી વગેરે કોભાંડ ચર્ચામાં રહયા હતા. કુલ કૌભાંડ તપાસમાં મુખ્ય ૭૨ નેતાઓ પર તપાસ થઇ જેમાં ૨૯ કોંગ્રેસના તથા બાકીના સહયોગી પક્ષોના હતા.

યુપીએ સરકારના સમયમાં સીબીઆઇ દ્વારા ૪૩ વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા જેમાં ભાજપના ૧૨ નેતાઓ હતા.જેમની પુછપરછ,તપાસ અથવા તો ધરપકડ થઇ હતી. જેમાં ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી અમિત શાહનો પણ સમાવેશ થતો હતો.કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા અને બેલારીના કોલસા ખનન વેપારી જર્નાદન રેડ્ડી અને પૂર્વ રક્ષામંત્રી જર્યોજ ફર્નાડીસનો પણ સમાવેશ થતો હતો.

પ્રમોદ મહાજનનું મુત્યુ થયા પછી પણ ૨૦૧૨માં ૨ જી સ્પેકટ્રમ ફાળવણી અંગેની તપાસને સાંકળતી ચાર્જશીટમાં તેમનું નામ આવ્યું હતું. એનડીએ -૨ દરમિયાન એનડીએના વિરોધી પક્ષમાં સૌથી વધુ ટીએમસી,કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને બીજેડીનો સમાવેશ થાય છે. આની સરખામણીમાં ભાજપના માત્ર ૬ નેતાઓએ સીબીઆઇ તપાસનો સામનો કરવો પડયો છે.