- ભારતે આ વર્ષે શ્રીલંકાને 4 અબજ ડૉલરની સહાય કરી છે
- ભારત તે ટાપુ રાષ્ટ્રમાં લાંબાગાળાનું મૂડીરોકણ કરવા તૈયાર મહત્વના ક્ષેત્રોમાં રોકાણ કરાશે : ભારતીય હાઈકમિશનની સ્પષ્ટતા
કોલંબો/નવી દિલ્હી : ભારતીય હાઈકમીશને આજે જણાવ્યું હતું કે હવે ભારત શ્રીલંકાને રોકડ યા આર્થિક સહાય નહીં કરે. હજી સુધીમાં ભારતે ટાપુ રાષ્ટ્રને ૪ અબજ ડૉલરથી વધુ રોકડ રૂપે આર્થિક સહાય કરી છે. આમ છતાં શ્રીલંકામાં મહત્વનાં આર્થિક મૂડી રોકાણો કરી તેના આર્થિક-ઉત્કર્ષમાં સહાયરૂપ થવા ભારત હંમેશા તૈયાર જ છે.
જોકે આ પૂર્વે જ સમાચારો વહી રહ્યા હતા કે ભારત હવે શ્રીલંકાને આથી વધુ નાણાંકીય સહાય નહીં કરે. જોકે સ્વાતંત્ર્ય પછી હજી સુધીની સૌથી વધુ ગંભીર નાણાંકીય કટોકટીમાંથી બહાર કાઢવામાં ભારતે તે ટાપુ રાષ્ટ્રને ઘણી ઘણી સહાય કરી છે. તે કટોકટી દરમિયાન પ્રમુખ ગોતા બાયા રાજ્ય કક્ષાને છેવટે તેમનું પદ છોડવું પડયું હતું. તેટલી હદ સુધીમાં વ્યાપક રમખાણો દેશભરમાં ફેલાઈ ગયા હતા. આ રમખાણોને લીધે શ્રીલંકામાં ‘સરકારી-તંત્ર’ જેવું જ કશું રહ્યું ન હતું. છેવટે વિક્રમ સિંધેએ લગામ હાથમાં લીધા પછી પરિસ્થિતિ થોડી થાળે પડી છે, તે સર્વવિદિત છે.
આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે શ્રીલંકાને IMF દ્વારા સહાય મળે અને પણ શક્ય તેટલી વધુ સહાય મળે તે માટે ભારતે સક્રિય ફાળો આપ્યો હતો.
આ ઉલ્લેખ કરવા સાથે ભારતીય હાઈકમીશને જણાવ્યું હતું કે શ્રીલંકામાં ભારત દ્વારા હાથ ધરાયેલી ડૉલર ૩.૫ અબજ પરિયોજનાઓ તો આવી જ રહી છે. તેમજ ભારતીય શિક્ષણ સંસ્થાઓ તથા તાલીમ આપનારી સંસ્થાઓમાં શ્રીલંકાના વિદ્યાર્થીઓ અને નાગરિકોને સહાય આપવા ભારત સરકાર શિષ્યવૃતિઓ પણ આપે છે.
જ્યારે શ્રીલંકાના ભારત સ્થિત રાજદૂતે કહ્યું હતું કે ચીન-મિત્ર દેશ છે પરંતુ ભારત તો બાંધવદેશ છે. તેઓએ ચીનનું રીસર્ચ-ટાપ શ્રીલંકામાં ‘ડૉક’ કરાયું હતું તે અંગે વુમન્સ પ્રેસ કોર્પ્સને દિલ્હીમાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.