સરકારશ્રી દ્વારા બાળકો, કુપોષિતોને પોષણ મળે તેમજ તેઓ શારીરિક રીતે સશકત બને તે હેતુથી દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા જિલ્લામાં સગર્ભા, ધાત્રી માતાઓ અને બાળકોમાં કુપોષણ અટકાવવામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ તકે ગામડાઓમાં ગ્રામસભા બોલાવવી, લોકોને પોષણ માટે જાગૃત કરવા તથા આરોગ્યની તપાસ કરવી જેવા કાર્યક્રમો થકી લોકોને કુપોષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તથા ટી.એચ. આર પેકેટમાંથી વિવિધ પોષ્ટિક વાનગીઓની રસોઈ બનાવી જેવા વિવિધ કાર્યક્રમો યોજીને પોષણ અંગે માહિતી આપવામાં આવી હતું. આ તકે બાલ શક્તિ અને માતૃ શક્તિના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.