ફાઇરીંગ પ્રેકટિસ દરમિયાન દરિયામાં પ્રવેશબંધી

પોરબંદર જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એમ.કે.જોશીએ એક જાહેરનામું બહાર પાડીને આગામી તા. ૨૦ સપ્ટેમ્બર સુધી કુલ ૦૪ દિવસ સવારના ૭ કલાકથી ૧૩ કલાક સુધી ઓડદર તરફ જતાં રસ્‍તા નજીક તથા દરિયા કિનારાના ફાઇરીંગ બટ વિસ્‍તારના પૂર્વ ભાગે-૨૦૦ મીટર, પશ્ચિમ ભાગે-૨૦૦ મીટર, ઉત્તર ભાગે -૬૦૦ મીટર, દક્ષિણ ભાગે- ૨૦૦ મીટર તથા દરીયામાં ૫ (પાંચ) કિ.મી. સુધીના વિસ્‍તારમાં ફાઇરીંગ પ્રેકટિસ દરમ્‍યાન માછીમારો વ્‍યકિતગત તેમજ વહાણ/બોટ લઇ જવા ઉપર ઉપરોકત સમય દરમ્‍યાન પ્રવેશબંધી ફરમાવેલી છે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરે છે.             

પોરબંદર જિલ્લામાં હથિયાર બંધી

 પોરબંદર તા.૨૦, પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી જળવાઈ રહે અને અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત કૃત્યોમાં હથિયારો,ચપ્પુ ,લાઠી, દંડા, પાઇપ જેવા સાધનોનો ઉપયોગ ન થાય અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થાય તે હેતુથી અને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્વયે હથિયાર બંધીનું જાહેરનામું બહાર પાડવા પોલીસ વિભાગ તરફથી દરખાસ્ત આવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.કે. જોષીએ તા.૨૪ સપ્ટેમ્બરથી તા.૨૨ ઓકટોબર સુધી હથીયાર બંધીનું જાહેર નામું બહાર પાડયું છે. જેમાં શારિેરીક ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી  અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.  

આ જાહેરનામું કોઈ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારી હોય તેણે  અથવા કોઈ જવાનુ ફરજમાં આવતું હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં તેમજ પોલીસ અધિક્ષકશ્રી એ શારીરિક અશક્તિના કારણે લાકડી લઈ જવાની પરવાનગી આપી હોય અથવા ખેતીના ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયથી પોતાના ખેતીકામ માટે ખેતી ના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતોને લાગુ પડશે. જારેનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ ૧૩૫(૧) મુજબ એક વર્ષ સુધીની શિક્ષાને પાત્ર થશે.