રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે ઘણી વખત અપશબ્દોનો ઉપયોગ કરનાર યતિ નરસિમ્હાનંદ મંગળવારે દિલ્હીમાં રાજઘાટ જઈને ઉપવાસ કરવા ઈચ્છતા હતા. જો કે, કૌશામ્બી પોલીસે તેને રસ્તામાં રોકીને કસ્ટડીમાં લઇ લીધા છે.
કૌશામ્બી પોલીસ સ્ટેશને યેતિ નરસિમ્હાનંદ ગિરીને દિલ્હી ગાંધી સમાધિ ખાતે જતા બોર્ડર પર જ રોકી લીધા હતા.
પોલીસ નરસિમ્હાનંદને કૌશામ્બી પોલીસ સ્ટેશન લઈને આવી. હાલ યતિ પોલીસની દેખરેખ હેઠળ છે. બીજી તરફ પોલીસ સ્ટેશને પહોંચેલા તેમના સમર્થકોએ આરોપ લગાવ્યો કે, હિન્દુ સમાજનો અવાજ ઉઠાવનાર વ્યક્તિને પોલીસે પકડી લીધો છે.
ડાસના દેવી મંદિરના યતિ નરસિમ્હાનંદ ગિરી કહે છે કે, તેઓ દેશભરમાં થઈ રહેલા હિંદુઓ પર અત્યાચારના વિરોધમાં અને સતત લોકોને મળી રહેલી ધડ કાપીને મારી નાખવાની ધમકીઓ સામે ગાંધી સમાધિ ખાતે એક દિવસીય ઉપવાસ કરવા દિલ્હી જઈ રહ્યા હતા.
પરંતુ પોલીસે તેમને બોર્ડર પર જ રોકી લીધા હતા અને કૌશામ્બી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. આ અંગે કૌશામ્બી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રભાત દીક્ષિતનું કહેવું છે કે, ” નરસિમ્હાનંદ ગિરીને સાવચેતીના પગલા તરીકે રોકવામાં આવ્યા છે. આ અંગે ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા હતા. જેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”