પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર દ્વારા “જિલ્લા સ્તરીય યુવા મહોત્સવ”નું આયોજન કરાશે

  • ૧૫થી ૨૯ વયના ભાઈઓ બહેનો તા. ૨૬ સપ્ટેમ્બર રજીસ્ટ્રેશન કરાવી શકશે
  • ચીત્રકલા,કવિતા લેખન,વકતૃત્વ ,ફોટોગ્રાફી,યુવા સંવાદ તથા સમૂહ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય અંતર્ગત પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર દ્વારા “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં એક “મેગા યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા ચિત્રકલા, કવિતા લેખન, વકતૃત્વ , ફોટોગ્રાફી, યુવા સંવાદ તથા સમૂહ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્પર્ધાઓ યોજાશે. મેગા યુવા મહોત્સવની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જે સ્પર્ધક પાસે પોરબંદર જિલ્લાનું રહેઠાણ અંગેનો પુરાવો છે એવા તમામ ૧૫થી ૨૯ વયના ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે. જેમા વિજેતાઓને રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક મળશે. સ્પર્ધામા પ્રથમદ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે તથા વધુ માહિતી માટે અરજદારો મો.૯૯૧૩૪ ૯૫૦૪૫ તથા ૯૭૨૪૧ ૫૬૩૧૯ પર સંપર્ક નહેરુ યુવા કેન્દ્રના પ્રતિનિધિનો સંપર્ક કરી શકશે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૨૬ સપ્ટેમ્બર છે. સ્પર્ધાના દિવસે દરેક સ્પર્ધકોએ આધાર કાર્ડ તેમજ હાર્ડ કોપીમાં ભરેલું ફોર્મ સાથે લઈ આવવું ફરજિયાત છે. ઓનલાઇન ફોર્મની લિંક નહેરુ યુવા કેન્દ્ર પોરબંદરના ટ્વીટર હેન્ડલ પર ઉપલબ્ધ છે.તથા ઉપરોક્ત નંબર પર સંપર્ક કરી ફોર્મ મેળવી લેવા જણાવાયું છે.