જામનગર: મહેસૂલી કર્મચારીઓ હવે આવ્યા મેદાનમાં

જામનગર: મહેસૂલી કર્મચારીઓ હવે આવ્યા મેદાનમાં

મહેસૂલી કર્મચારીઓના પ્રમોશન,બઢતી, બદલી જેવી વિવિધ માંગણીઓ સબંધે અનેકવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી સરકાર વિભાગ ઘ્વારા કોઈ હકારાત્મક નિકાલ આવેલ ન હોય ફરી નીચેના મુદાઓ બાબતે ગંભીરતાપુર્વક વિચારણા કરી દિન-૭ માં વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો કર્મચારીઓના ભવિષ્યના વિશાળ હિતને ધ્યાને લઈ ના છુટકે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે જે બાબત ગંભીરતા પુર્વક લઈ નીચેના મુદાઓ તાત્કાલીક હકારાત્મક નિકાલ કરવા આગ્રહભરી વિનંતી છે.

મુદ્દા નં. (૧) જુની પેન્શન યોજના લાગુ કરવી.

મુદ્દા નં. (૨)ફિકસ પગાર બાબતે સરકારશ્રીએ નામદાર સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ SPL-14124-14125/2012 પીટીશન પરત ખેંચી ફિકસ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ મુળ નિમણૂકથી તમામ લાભો આપવા.

થ મુદ્દા નં.(૩) ૭ માં પગારપંચના તમામ ભથ્થાઓ એરિયર્સ સહિત ચુકવવા.

મુદા નં.(૪) સને.૨૦૧૨ ના કલાર્કને તાત્કાલીક ધોરણે નાયબ મામલતદારમાં પ્રમોશન આપવા બાબત. આ બાબતે સરકાર તથા વિભાગમાં અલગથી સમયાંતરે માંગણીઓ/રજુઆત કરવામાં આવેલ છે જે તમામ રજુઆતો ધ્યાને લઈ દિન-૧૫ માં પ્રમોશન અંગેની તમામ કામગીરી પુર્ણ કરવા માંગણી છે.

મુદા નં.(૫) ૩૦ જુને નિવૃત થતા કર્મચારીઓને નામદાર હાઈકોર્ટ/સુપ્રિમકોર્ટ ધ્વારા એક ઈજાફો આપવા માટે જોગવાઈ થયેલ છે જે તાત્કાલિક ધોરણે પરિપત્રીત કરી પાશ્ચાત અસરથી લાગુ કરવું.

મુદ્દા નં.(૬) હાલમાં વિભાગ કક્ષાએ નાયબ મામલતદાર/કલાર્કની જીલ્લા ફેરબદલીઓની માંગણીઓ પેન્ડીંગ છે જેમાં અનુભવે જણાયેલ છે કે ખરેખર જીલ્લા ફેરબદલી પાત્ર કર્મચારીઓ ની ફાઈલો સાઈડમાં મુકી ફકત જુજ કર્મચારીઓની પ્રાયોરીટી ધ્યાને લીધા સીવાય બદલીઓ કરવામાં આવેલ છે જેથી કર્મચારીઓમાં રોપની લાગણી છે જેથી આ બાબતે વહાલા દવલાની નીતી રાખ્યા વગર જયારે નાયબ મામલતદાર/કલાર્કની પ્રમોશન સીધી ભરતીથી નિમણુંક કરવામાં આવે ત્યારે પ્રથમ જીલ્લા ફેરબદલીનો

કેમ્પ યોજી જીલ્લા ફેરબદલી પાત્ર કર્મચારીઓની જીલ્લા ફેર કરી ત્યાર બાદ નવી નિમણુંકો આપવી જોઈએ જેથી તાત્કાલીક ધોરણે બદલી કેમ્પ યોજવા માંગણી છે.

મુદા નં.(૭) હાલમાં વિવિધ વિભાગોના કર્મચારીઓ ધ્વારા નામદાર કોર્ટની રૂલીંગ મુજબ જયારે સ્ટેટ કક્ષાની સિનીયોરીટી હોય ત્યારે કર્મચારીઓની નિમણુંકની તારીખથી સિનીયોરીટી ગણવાપાત્ર થાય અન્ય વિભાગોમાં આ પ્રથા અમલમાં છે જેથી મહેસુલી કર્મચારીઓની સિનીયોરીટી સ્ટેટ લેવલની બનેલ હોય હાલની સિનીયોરીટી મુળ અસરથી રદ કરી નિમણુંકની તારીખથી તમામ કર્મચારીઓની સિનીયોરીટી બનાવી દિન-૧૫ માં પ્રસિધ્ધ કરવી. સિનીયોરીટીમાં વિસંગતતાને લીધે હાલમાં જુનીયર કર્મચારીઓ મામલતદારના પ્રમોશન મેળવે છે તથા સિનીયર કર્મચારીઓ તમામ લાયકાતો ધરાવતા હોવા છતાં હાલ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે જે કુદરતી ન્યાયના સિધ્ધાંતને વિરૂધ્ધ છે.

મુદા નં.(૮) સને.૨૦૧૨ થી નાયબ મામલતદાર કક્ષાની સીધી ભરતીથી જગ્યાઓ ભરવામાં આવેલ જેમને પ્રથમથી જ ખાતાકીય પરીક્ષાઓ ફીક્ષ પે થી ફુલ પે જેવી બાબતોએ અન્યાય થયેલ છે તેમજ હાલ પણ તેઓની સીનીયોરીટી બાબતે સરકાર/વિભાગ ધ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી કે સીનીયોરીટી બનાવવામાં આવેલ નથી જેથી દિન-૧૫ માં સીનીયોરીટી બનાવી જાહેર કરવા રજુઆત છે.

મુદા નં.(૯) હાલમાં મહેસુલ વિભાગના સર્કલ ઓફીસરશ્રીઓને વર્ષો જુના ધારા ધોરણ મુજબ પી.ટી.એ. આપવામાં આવે છે જે પી.ટી.એ.માં હાલની મોંધવારીને ધ્યાને લઈ પી.ટી.એ. વધારવા રજુઆત છે.

મુદા નં. (૧૦) હાલમાં ધણા જીલ્લાઓમાં તાલુકા કક્ષાએ તથા જીલ્લા કક્ષાએ સબ જેલ આવેલ છે તે મહેસુલ ખાતા હસ્તક હોય તે તાત્કાલીક ધોરણે પરત લઈ જેલ વિભાગ હસ્તક કરવા માંગણી છે.

મુદા નં. (૧૧) ઉચ્ચતર પગાર ધોરણ ૧૨–૨૪ ને બદલે કેન્દ્રના ધોરણે ૧૦–૨૦–૩૦ કરવા માંગણી છે.

મુદ્દા નં.(૧૨) સમાજસુરક્ષાની યોજનાઓ બાબતે સરકારશ્રી ધ્વારા અલગ કચેરી હોય સમાજસુરક્ષાને લગતી તમામ કામગીરી મહેસુલ હસ્તકથી લઈ જેતે વિભાગ જ તેમની કામગીરી કરે તેવા આદેશો થઈ આવવા માંગણી છે.

મુદા નં.(૧૩) ધણા કર્મચારીઓના કિસ્સામાં ખાતાકીય તપાસ/કોર્ટ કેસ પુર્ણ થયેલ હોય તેમજ તેમને મુળ અસરથી લાભો આપવા બાબતે સરકારશ્રી/નામદાર કોર્ટ ધ્વારા આદેશો થયેલ હોય તેમ છતાં લાંબા સમયથી પ્રમોશન/ડીમ્ડ ડેટ થી વંચીત રાખી આર્થીક તથા સામાજીક બાબતોથી નુકશાન કરતા હોય તાત્કાલીક ધોરણે આવા કિસ્સાઓમાં નિર્ણય લઈ દિન-૧૫ માં આવી તમામ ફાઈલોનું જેતે કક્ષાએ પડતર હોય તો નિર્ણયો લેવા માટે આદેશો થવા માંગણી છે.

મુદ્દા નં. (૧૪) પ્રમોશન થી થયેલ ના.મામ. અને સીધી ભરતીના ના.મામ.ના પગારની વિસંગતતા દુર કરવી.

મુદ્દા નં.(૧૫) મેટ્રોસીટીની જેમ બાકીના મહાનગરોમાં ભથ્થાનું ધોરણ સમાન કરવું.

મુદ્દા નં.(૧૬) જિલ્લા ફેર બદલીના કિસ્સામાં પ્રવર્તતા બાબતે મહેસુલી ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓ દ્રારા નામ.ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવતા નામ.ગુજરાત હાઇકોર્ટએ SCA No.16298/2018 તથા 2160/2019 થી કર્મચારીઓ દ્રારા માંગવામાં આવેલ દાદ સ્વીકારી મુળ નિમણૂકની તારીખથી પ્રવર્તતાનો લાભ આપવા હુકમ કરેલ છે જેથી નામ.હાઇકોર્ટના SCA No.16298/2018 તથા 2160/2019 મુજબ તાત્કાલીક અમલવારી કરવી.

મુદ્દા નં.(૧૭) પૂર્વ સેવાની પરીક્ષા નિયત તકમાં પાસ કરેલ ન હોય ત્યારબાદ કૃપા તકથી પાસ થનાર કારકૂનો/નાયબમામલતદારને કૃપા તક સુધીનો સમયગાળો બીન પગારી ગણી અગાઉ બજાવેલ ફરજનો સમયગાળો નોકરીમાં નિયમીત કરીને સિનિયોરીટીમાં યોગ્ય સ્થાને ગણવાની રજુઆત પરત્વે સરકારશ્રીએ પૂર્વસેવા તાલીમ અને તાલીમાન્ત પરીક્ષાના નિયમો સાથે સુસંગત ન હોવાનુ જણાવેલ છે જે પરત્વે જણાવવાનુ કે કૃપા તકથી પાસ થઇને પુન: હાજર થાય તે તારીખ સુધીના કે વચ્ચેના સમયને બિનપગારી ગણીને કર્મચારીઓએ અગાઉ બજાવેલ ફરજને નોકરીમાં નિયમિત કરવામાં આવે તો કર્મચારીઓને વધુપડતુ નુકશાન ભોગવવુ ન પડે અને બઢતી અને ઉચ્ચત્તર પગારનો લાભ પણ યોગ્ય સમયે મળી રહે જેથી કર્મચારી ઉત્સાહભેર અને સંન્માન સાથે ફરજ બજાવી શકે જેથી વિભાગ દ્રારા આ બાબતે સંબંધિત વિભાગના પરામર્શમાં રહીને મુળ નિયમોમાં જરૂરી સુધારા કરવા મહામંડળની માંગણી છે.