તારીખ ૧૮/૦૯/૨૦૨૨ ના રોજ જ્ઞાતિની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વડોદરા, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર અને વલ્લભ વિદ્યાનગર માં વસતા જ્ઞાતિ પરિવારની ડિક્ષનરી વાંચન અને જ્ઞાતિ ભોજનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યા જ્ઞાતિ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું સંચાલન પ્રમુખ નરેન્દ્ર ભાઈ થાનકી અને મંત્રી મનસુખભાઇ જોશીએ કર્યું હતું, સમાજના વિકાસ અને પ્રગતિ માટે તન, મન ધનથી જે જ્ઞાતિભાઈઓ કે પરિવારો સહયોગ અને સહકાર આપે છે તેનો આભાર અને સન્માન પણ આ કાર્યક્રમમાં વણી લેવામાં આવ્યા હતા.