યેદિયુરપ્પા મુશ્કેલીમાં : લોકાયુક્તે ભ્રષ્ટાચારના આરોપો પર કેસ દાખલ કર્યો

કર્ણાટકની રાજધાની બેંગલુરુની એક કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા અને તેમના પરિવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે

કર્ણાટકની રાજધાની બેંગલુરુની એક કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા અને તેમના પરિવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કર્ણાટકમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને તેમના પરિવારના કેટલાક સભ્યો સામે કેસ નોંધ્યો છે. લોકાયુક્ત પોલીસે વિશેષ અદાલતના નિર્દેશ બાદ આ કાર્યવાહી કરી છે. આ FIRમાં પુત્ર BY વિજયેન્દ્ર, તેમના પૌત્ર અને BDA કમિશનર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને તેમના પરિવારોના નામ સામેલ છે.

યેદિયુરપ્પા પર શું છે આરોપ?

તત્કાલિન મુખ્યમંત્રી પર BDA (બેંગલુરુ ડેવલપમેન્ટ ઓથોરિટી)ને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. કર્ણાટક હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટને ભ્રષ્ટાચારના કેસની 7 સપ્ટેમ્બરે નવેસરથી સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યાના એક સપ્તાહ બાદ જ આ આદેશ આવ્યો છે.

ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ રાખોઃ યેદિયુરપ્પા

યેદિયુરપ્પાએ આ મામલે કહ્યું કે તેમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. તેમના પુત્ર બી.વાય. વિજયેન્દ્ર (ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ), પૌત્ર શશિધર મરાડી, જમાઈ સંજય શ્રી, વેપારી ચંદ્રકાંત રામાલિંગમ, ધારાસભ્ય અને બીડીએના ભૂતપૂર્વ પ્રમુખ એસટી સોમાશંકર, આઈએએસ જીસી પ્રકાશ, કે રવિ અને વિરુપક્ષપ્પા આ કેસમાં અન્ય આરોપી છે.