ભૂકંપના 100 આંચકાથી હચમચ્યુ તાઈવાન, પાટા પરથી ટ્રેન ઉથલી પડી

તાઈવાન સતત બીજા દિવસે પણ ભૂકંપના ઝાટકાથી ધ્રુજતુ રહ્યુ છે.શનિવાર પછી રવિવારે પણ તાઈવાનના પૂર્વ હિસ્સામાં આવેલા યુજિંગ વિસ્તારમાં ભૂકંપના ઝાટકા લોકોએ અનુભવ્યા હતા.

આ ઝાટકાની તિવ્રતા એટલી હતી કે, રેલવે ટ્રેક પરથી ટ્રેન પણ ઉથલી પડી હતી અને તેના કારણે  ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો.તાઈવાનમાં છેલ્લા બે દિવસમાં ભૂકંપના 100થી વઘુ આંચકા અનુભવાયા છે.આજે જે આંચકા આવ્યા હતા તેની તિવ્રતા 7.2 રિચર સ્કેલની  હતી. જેના પગલે સેંકડો મકાનોને નુકસાન થયુ છે અને લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી.લોકો જીવ બચાવવા માટે ઘરોની બહાર દોડી આવ્યા હતા.જોકે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હજી મળ્યા નથી.

ભૂકંપના કારણે રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે અન એક બ્રિજનેપ ણ નુકસાન થયુ છે.છેલ્લા 24 કલાકમાં આવેલા ભૂકંપના આંચકાના કારણે રાજધાની તાઈપેમાં મેટ્રો સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે.રેલવેને આ ભૂકંપના કારણે ખાસુ નુકસાન થયુ છે