ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા એપાર્ટમેન્ટને ધ્વસ્ત કરવાની માગ

ઉત્તર પ્રદેશમાં ગુનેગારો અને માફિયાઓની બિલ્ડિંગોને ધ્વસ્ત કરવાની વાત ચારે તરફ ગાજી રહી છે. જેનો અમુક રાજકીય નેતાઓએ ખૂબ વિરોધ કર્યો પરંતુ કાનપુરમાં તો આનો અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. અહીં કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી ફ્લેટ લેનાર સેંકડો બાયર્સએ પોતાના ફ્લેટોની આગળ એવા પોસ્ટર લગાવી દીધા છે જેમાં સીએમ યોગી પાસે આને ધ્વસ્ત કરાવવાની માગ કરવામાં આવી છે. કાનપુરમાં કેડીએ રેસીડેન્સી એપાર્ટમેન્ટ એક આલિશાન હાઉસિંગ પ્રોજેક્ટ છે. જેમાં શહેરના અમુક મશહૂર અને પ્રતિષ્ઠિત લોકો રહે છે. એવામાં સેંકડો ફ્લેટ માલિકોનો આ પ્રકારે બેનર લગાવીને વિરોધ કરવો ચર્ચાનો વિષય બની ગયો છે.

કેડીએ રેસીડેન્સીમાં અઢી સો કરતા વધારે ફ્લેટ કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ વેચ્યા હતા. લગભગ ત્રણ વર્ષ પહેલા લોકોએ આ ફ્લેટ ખરીદ્યા હતા પરંતુ આ વખતે વરસાદમાં એપાર્ટમેન્ટના બીમમાંથી અમુક જગ્યાએ પાણી ટપકવા લાગ્યા છે. જેની ફરિયાદ ફ્લેટ માલિકોએ કેડીએ અધિકારીઓને કરી. આરોપ છે કે આની પર કોઈ સુનાવણી નથી થઈ. જેના કારણે તેમણે પોતાનો વિરોધ અનોખી રીતે કર્યો. અહીં ફ્લેટ માલિકોએ પોતાના એપાર્ટમેન્ટની બહાર બેનર લગાવ્યા છે. જેની પર લખ્યુ છે. યોગી જી ધ્વસ્ત કરાવી દો અમારા એપાર્ટમેન્ટ, અન્ય એક બેનર પર લખ્યુ છે કેડીએ અધિકારીઓએ કમિશન ખાઈને અમારા મૃત્યુના એપાર્ટમેન્ટ બનાવ્યા છે.

આ બેનર લગાવનારા ફ્લેટ માલિકોનુ કહેવુ છે કે અમે પોતાની જિંદગીની કમાણી આપીને કેડીએ પાસેથી ફ્લેટ લીધા હતા પરંતુ અત્યારે થોડા જ સમયમાં બીમમાંથી પાણી ટપકવા લાગ્યુ છે. અમને લોકોને ડર લાગે છે કે ક્યાંક એપાર્ટમેન્ટ પડી ના જાય. અમે એક મહિનાથી કેડીએ અધિકારીઓને ફરિયાદ કરી રહ્યા છે. અધિકારી એકવાર આવીને જોઈને જતા રહ્યા પરંતુ કોઈએ કોઈ વ્યવસ્થા કરી નથી. તેથી અમે આ બેનર લગાવ્યા છે.