મોદી ગુજરાતમાં નાશ પામી રહેલું ઘોરાડ પક્ષી ન બચાવી શક્યા

ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર, એક માત્ર નર હતો તે 6 મહિનાથી ગુમ છે, 6 માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી

મુખ્ય પ્રધાન વીજ લાઈન ખસેડવા તૈયાર નથી પણ રાજસ્થાનથી દુલ્હો લાવવા માત્ર ચૂચન કરે છે

સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક્ષી અથડાય છે અને મોતને ભેટે છે પણ ભાજપની સરકાર તાર ખસેડવા કંપનીને કહી શકતી નથી

ગાંધીનગરમાં સ્થળાંતર જાતિના સંરક્ષણ પરના સંમેલન (સીએમએસ) ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં પક્ષી અને પ્રાણી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી વાતો કરી પણ ગુજરાતનું ધોરાડ પક્ષી 4 વર્ષમાં નામશેષ થઈ જવાનું છે તે અંગે તેઓએ કંઈ જ કર્યું નથી. ગુજરાતમાં વાયદા કરેલા તે પણ મોદીએ પાળ્યા નથી. તેમના અનુગામી પટેલ અને રૂપાણી પણ આ પક્ષના સર્વનાશ માટે જવાબદાર ઠરશે.

વાંચો અમારો જૂનો લેખ….

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2020

રાજ્યમાં પક્ષીપ્રેમીઓ માટે સારા સમાચાર છે. પર્યાવરણ અને વન મંત્રાલય રાજસ્થાન સરકારને પ્રજાતિની અસ્તિત્વ ટકાવી રાખે તે સુનિશ્ચિત કરવા રાજ્યને એક પુરૂષ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (જીઆઈબી) આપવા કહેવાની યોજના ધરાવે છે. ગુજરાતમાં હાલમાં કોઈ પુરુષ જીઆઈબી નથી.

ફક્ત ભારતમાં જ જોવા મળે છે અને તેને ક્રિટિકલ જોખમમાં મૂકવામાં આવ્યું છે.

પર્યાવરણ અને વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઇએફ અને સીસી) ના વન મહાનિર્દેશક સૌમિત્રા દાસગુપ્તાએ કહ્યું હતું કે, “મંત્રાલય રાજસ્થાન સરકારને પુરૂષ જીઆઇબી આપવા માટે કહેશે, કારણ કે અમારી પાસે તે નથી.”

રાજસ્થાન સરકાર તેના કોઈપણ પક્ષી આપવાની ના પાડી રહી છે. કારણ કે ગુજરાતમાં રાજ્યમાં વીજ વાયરની માત્રામાં  ઘટાડો થતો નથી. હાઇ-વોલ્ટેજ પાવર લાઇનો સાથે ટકરાતા મૃત્યુનું મુખ્ય કારણ છે. રાજસ્થાન પાસે લગભગ 175 મહાન ભારતીય બસ્ટાર્ડ્સ બાકી છે, જે 30 વર્ષ પહેલા કરતા 75% ઓછા છે. પક્ષી વાર્ષિક 15% ના દરે મરી રહ્યો છે,

જીઆઇબી પ્રોજેક્ટ માટે રૂ .30 કરોડ ફાળવ્યા છે. તદુપરાંત, પ્રજાતિઓને હાઈ-ટેન્શન લાઇનથી બચાવવા માટે, વીજ મંત્રાલય ભૂગર્ભમાં 33 કેવી લાઇનો લગાવી રહ્યું છે.

સ્થળાંતર જાતિના સંરક્ષણ પરના સંમેલન (સીએમએસ) ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)સોમવારે અહીંથી શરૂ કરવામાં આવી હતી. લુપ્ત થઈ રહેલા ટોચના 10 સ્થળાંતર પ્રજાતિઓની વૈશ્વિક સૂચિમાં આ પક્ષીનો સમાવેશ થવાની સંભાવના છે, જે  આ જીઆઈબીના રક્ષણ અને સંરક્ષણ માટે ઘણા દેશોને સક્ષમ બનાવશે.

માત્ર 6 બચ્યા

ગુજરાતમાં 2007માં ઘોરાડ પક્ષી 45 હતા તેના 11 વર્ષ પછી 2019માં હવે માત્ર 6 માદા ઘોરાડ પક્ષી બચ્યા છે. કચ્છની દીકરી તરીકે લોકો હવે 6 ઘોરાડ માદાને ઓળખે છે. હવે એક પણ નર બચ્યા નથી. તેથી થોડા વર્ષોમાં ગુજરાતનું પોતાનું પક્ષી લુપ્ત થઈ જશે. ડિસેમ્બર 2018થી 6 મહિનાથી નર ગુમ છે. કાંતો તે અહીંની વીજ લઈનમાં શોર્ટ સર્કિટથી મોત પામ્યો છે અથવા કુદરતી મોત હોઈ શકે છે. કચ્છની દિકરીઓ ઘોરાડ પક્ષીનો વંશ હવે આગળ વધી શકે તેમ નથી. ભારતની આઝાદી પછી ગુજરાતનું પહેલું પક્ષી લુપ્ત થઈ જશે.

કચ્છની દુલ્હન એવી ઘોરાડ દિકરીઓ માટે ઘોરાડ નર રાજસ્થાનથી લાવવા માટે મુખ્ય પ્રધાનએ 8 જૂલાઈ 2019માં વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં વાત કરી હતી. નર ન હોવા અને છ મહિનાથી સરકાર કંઈ કરવા તૈયાર નથી. જો નર નહીં હોય તો 5 વર્ષમાં ઘોરાડ પક્ષીનો ગુજરાતમાંથી નાશ પામશે. વિશ્વમાં ભારતના ગુજરાત અને રાજસ્થાનમાં આ પક્ષી જોવા મળે છે.  મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ કર્ણાટક રાજ્યમાં હતા, જ્યાં લુપ્ત થઈ ગયા છે. હવે ગુજરાતમાં નહીં બચાવાય તો ભારતની આઝાદી પક્ષી ગુજરાતનું પહેલું પક્ષી લુપ્ત થઈ જશે. જેના માટે હાલની પેઢી જવાબદાર હશે. આ માટે વીજ કંપનીઓ, વન વિભાગ, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા 7 વન પ્રધાન, 24 સચિવ- અધિકારીઓ અને ગુજરાતના નાગરિકો જવાબદાર રહેશે. IUCN રેડ લિસ્ટ દ્વારા 2011માં તેને ‘વિલુપ્તિના આરે’ ઉભેલી પ્રજાતિ જાહેર કરી હતી. ૧૯૫૦-૬૦ સુધી પક્ષી સૌરાષ્ટ્ર અને કચ્છમાં બધે જોવા મળતું હતું.

એક માત્ર નર લુપ્ત થયો

વનવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લે ૭ ડિસેમ્બર 2018માં નરની હાજરી નોંઘાઇ હતી. ત્યાર બાદથી લઇને આજ સુધીમાં તેનું ઠેકાણું મળ્યું નથી. અભ્યારણ્ય અને રેવન્યું વિસ્તારોમાં વન તંત્રએ તપાસ કરી હતી. કચ્છના ACF તુસાર પટેલે જાહેર કર્યું હતું કે, અછતના કારણે ખોરાક માટે માઇગ્રેશન કર્યું હોઇ શકે છે. વરસાદ હોય ત્યારે ખેતીના પાકો લહેરાતા હોય છે. જેમાંથી કિટકો સહિતનો ખોરાક આ પક્ષીઓને સરળતાથી મળી રહે છે. હાલ ખેતીનો પાક નથી માટે આવો ખોરાક શોધવા સ્થળાંતરી કર્યું હશે.

નર ઘોરાડના ટ્રેકિંગ માટે ટેગ લગાવાયો ન હોવાનું જાણવા મળે છે. જો હોત તો તે ક્યાં છે તેની જાણકારી મળી હોત. અજાણતાં કચ્છમાંથી અંકુશરેખા પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયું હોવાની ભીતિ છે. નર ઘોરાડ સંપૂર્ણ વયસ્ક થયું નહોતું.

એકમાત્ર નર બસ્ટાર્ડ ગુમ જણાતાં હવે વનતંત્રએ ચાર ટીમો બનાવી તેની શોધ કરી હતી. જાહેર કર્યું છે કે નર ઘોરાડ લાંબા સમયથી દેખાયું નથી. પર્યાવરણપ્રેમીઓનો પ્રશ્ન છે કે નર ઘોરાડ છેલ્લે ક્યાં અને ક્યારે દેખાયું હતું તેની પણ કોઈ નોંધ વનતંત્ર પાસે નથી.  આખેઆખી પ્રજાતિનાં સમાપન સમયે શોધખોળ કરવાનું નાટક કર્યું હતું.

IUCNના ઇન્ડિયા ચેપ્ટરના સભ્ય અને પક્ષીવિદ દેવેશ ગઢવીએ કહ્યું હતું કે, ‘ગુજરાતમાં એક પણ પુરુષ ઘોરાડ નથી બચ્યું સમગ્ર પ્રજાતી નષ્ટ થઈ જશે. હજુ બચાવી શકાય તેમ છે. રાજસ્થાનથી નર લાવવા સરકારને સૂચન કર્યું છે. એક બેઠક થઈ ગઈ છે, બીજી થવાની છે. વ્હેલ માછલીને વહાલી દીકરી જાહેર કરી તે રીતે માદા ઘોરાડને પણ કચ્છની દીકરી જાહેર કરવી જોઈએ. સરકાર ઈચ્છે તો હજુ બચી શકે તેમ છે.’

પક્ષી કેવું છે

ગુજરાતનું અતિ સુંદર અને અદભુત પક્ષી છે. શાહમૃગ જેવા દેખાતા ઘોરાડની ઊંચાઈ એક મીટર જેવી હોય છે. સ્વભાવે શાંત એવું આ પક્ષી ભારત દેશમાં પણ જોવા મળે છે. ઘોરાડને કચ્છમાં ગુદડ પણ કહે છે. ગોડાવન કહે છે. ભારતનું સૌથી વધુ વજનદાર પક્ષી હોવાથી તે ઊડી શકતું નથી. પુખ્ત વયના પક્ષીનું વજન 8થી 18 કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં માદાનું વજન ઓછું, જ્યારે નરનું વજન વધારે હોય છે.

સફેદ ગળું અને એકાદ મીટર જેટલી લાંબી પુછડીને લીધે આ પક્ષી ઘાસીયા મેદાનોમાં તુરત જ નજરે ચઢી જાય છે. નર ઘોરાડ મોટા, ઉંચા અને છાતી ઉપર સંપૂર્ણ ગોળ કાંઠલો ધરાવતા હોય છે. લગભગ એક મિટર ઊંચુ આ પક્ષી ખાસ ઊડે નહીં પણ ચાલે. ઘાસના મેદાનમાં રહે છે. તે માળો નથી બાંધતું કે ન તો ઝાડ પર ઈંડા મૂકી શકતું. સીધા જમીન પર જ ઈંડા મૂકે છે. એટલે તેના ઈંડા સહેલાઈથી કોઈપણ પ્રાણી ખાઈ શકે છે. ઘોરાડ પક્ષી વર્ષમાં માત્ર એક જ ઈંડું મૂકે છે.

ઘોરાડની દૃષ્ટિ સીમિત હોય છે તથા તેની ઊડવાની રેન્જ ખૂબ નીચી હોય છે. ચણી બોર, કેરડાંના ફળ, પાક વઢાઈ ગયેલા ખેતરમાં પડેલા બી ખાય છે.

સિમ્બોપોંગન નામનું ઘાસ આ પક્ષીઓને અનુકૂળ હોય છે.

વન વિભાગે 2007 પછી ઘોરાડની ગણતરી કરવામાં આવી હતી કે નહી અને હાલ કેટલા ઘોરાડ બચ્યા છે તેની વિગતો વન-વિભાગની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી નથી.

બે અભયારણ્ય

કચ્છના અબડાસાના નલિયા પાસે 2 ચોરસ કિ.મી. ઘાંસીયા મેદાનો અને જામનગરના 3 ચોરસ કિ.મી.ના ગાગા અભયારણ્યમાં પક્ષીઓ રહે છે. ઘોરાડ માટે 2015-26માં રૂ.1 કરોડ ખર્ચ કરેલો હતો.

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ(GIB)ની 90% ટકા રેન્જ લુપ્ત થઇ ગઇ છે. 2007ની વસતી ગણતરી દરમિયાન 48 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળ્યાં હતાં. સમગ્ર વિશ્વમાં આ પંખીડાની સૌથી વધુ વસતી હોય તેવું ગુજરાત માત્ર બીજું સ્થળ છે.

ઘોરાડ અભયારણ્યના રેન્જ ઓફિસર તરીકે કામ કરતાં અતુલ દવેને ઘોરાડ બચાવવા માટે એવોર્ડ મળી ચૂક્યા છે. પણ પક્ષી બચાવી શકાય તેમ નથી. ચોકીદારનું કામ કરતાં ઈસા સુમરા પક્ષી બચાવવા માટે લડતા રહ્યાં છે.

ઈંડા ત્રણ મહિના બચાવવામાં આવતાં હતા. હોબારા બસ્ટાર્ડ, લેસર ફ્લોરિકન અને ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એમ પક્ષીઓ અભયારણ્યમાં છે.

૧૯૬૦માં ભારતનાં વિખ્યાત પક્ષીવિદ સલીમ અલીએ આ પક્ષીનેભારતનું ‘રાષ્ટ્રીય પક્ષી’ જાહરે કરવા સૂચન કર્યું હતું. ૧૯૬૯માં ૧૨૬૦ જેટલાં ઘોરાડ પક્ષી તે સમયે ભારતમાં હતા.

ઘોરાડને બચાવવા સજીવ ખેતી

ઘોરાડનો 30 ટકા ખોરાક ખેતર, વાડીના જંતુઓ છે. તેથી આસપાસના ખેતરોમાં જંતુનાશક દવા છાંટવામાં આવતી હતી. જે ખેડૂતોએ બંધ કરીને કુદરતી-સજીવ ખેતી અપનાવી છે. માત્ર ઘોરાડને બચાવવા માટે. તેઓ બિટલ્સ, તીડ સહિતની અન્ય જીવાતો, અનાજ, નાના સરિસૃપો વિગેરે આરોગે છે એક રીતે કહીએ તો તેઓ ખેડૂતોના સારા મિત્રો છે.

ઘોરાડને બચાવવા એમઓઇએફસીસી (MoEFCC)ની માર્ગદર્શિકાના  ગુજરાતે કચ્છ જિલ્લા માટે વન વિભાગે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંવર્ધન યોજના તૈયાર કરી છે.

કયા જોખમ ?

250 ચોરસ કિ.મી. વિસ્તાર તેમના માટે રક્ષિત કરવો જોઈતો હતો. પણ 2 ચો.કી.મી. જાહેર કરાયો હતો. તેથી 30 ગામો સુધી આ પક્ષીને ખોરાક માટે જવું પડે છે.

પક્ષીની જમીન પર ઈંડા મૂકવાની પદ્ધતિને કારણે તે લુપ્ત થઈ રહ્યા છે.

ગુજરાત સરકારે વર્ષો પહેલા અબડાસા તાલુકામાં નલિયા પાસે ઘોરાડ અભયારણ્ય માટે જમીન ફાળવી હતી. એ જમીન પર અત્યારે ગાંડા બાવળ ઊગી ચૂક્યા છે. દબાણ પણ થઈ રહ્યું છે. અભયારણ્ય વિસ્તાર વચ્ચેથી જ કેટલાક ગામના રસ્તા નીકળે છે, જેથી ત્યાં સતત અવર-જવર ચાલુ હોય છે.

ઈકો સેન્સિટિવ ઝોન પણ કામનો ન રહ્યો. કચ્છમાં આવેલાં બસ્ટાર્ડ અભયારણ્ય ફરતે ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા અંગેનું પ્રાથમિક જાહેરનામું ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયું પરિવર્તન મંત્રાલયની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.

બચાવવા શું કરવું જોઈએ ?

કચ્છમાં ઘોરાડનું કેપ્ટીવ બ્રીડિંગ સેન્ટર બનવાનું હતું પરંતુ પાછળથી રાજસ્થાનને ફાળવાયું હતું. થોડા સમય પહેલા જ સર્વપ્રથમ કેપ્ટિવ બ્રીડિંગ માટે બે ઇંડા રાજસ્થાનના વનતંત્રએ એકઠા કર્યા હતા. આવું કચ્છમાં પણ કરવાની જરૂર છે.

ટ્રેકિંગ માટે ટેગ લગાવો.

કુતરાઓ શિયાળ વરૂને દૂર કરો

કુતરાઓનું ખસીકરણ

પક્ષીને બચાવવા માટે રીકવરી પ્લાન બનાવાયો હતો. વન વિભાગના સહયોગથી કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા અબડાસાના 20 ગામના 2થી 3 હજાર કુતરાઓનું ખસીકરણ કરાયું હતું. ઘોરાડે મુકેલા ઈંડાઓ ખાઈ જાય છે.

ઘોરાડે વર્ષ 1975માં બન્નીમાંથી સ્થળાંતર કર્યું

ઘોરાડ મોટાભાગે ખુલ્લા તેમ જ ઝાડી-ઝાંખરા તથા ગ્રાસલેન્ડમાં વધુ જોવા મળે છે. વર્ષ 1975માં ઘોરાડ બન્ની ઘાસિયા મેદાનમાં સૌથી વધુ પ્રમાણમાં હતા. પરંતુ ત્યાર બાદ બન્નીમાં ગાંડા બાવળ વધી જતા આ પક્ષીએ ત્યાંથી સ્થળાંતર કર્યું હતું. ત્યાથી તેઓ લખપત, અબડાસા તેમજ માંડવીના ખુલ્લા વિસ્તારોમાં સ્થાયી થયા હતા.

ઈલેકટ્રીકલ વાયરો અને પવનચક્કીથી મોત  

કચ્છમાં ઉદ્યોગો, પવનચક્કીઓ, પ્રદૂષણ, ખેતરમાં દવાઓનાં વપરાશને કારણે આ પક્ષીઓ લુપ્ત થઈ રહ્યાં છે. જેથી તેમને બચાવવાના પ્રયાસ કચ્છ ઇકોલોજિકલ રિસર્ચની શાખા ‘કોર્બેટ ફાઉન્ડેશન’ કરી રહ્યું છે.

વીજલાઇનને લીધે ઘોરાડ પક્ષી ઝડપથી ખતમ થઈ રહ્યા છે. ઈલેકટ્રીકલ વાયરો અને વીન્ડમીલને કારણે અનેક પક્ષીઓ કપાઈને મરી જાય છે.  ગુજરાત એનર્જી કોર્પોરેશન લી. દ્વારા મોટું પાવર સબ સ્ટેશન ઊભું કરી દેવામાં આવ્યું છે. જેમાં 220 કીલો વોટની બે વીજ લાઈનો પસાર થઈ રહી છે. દરેક લાઈનમાં 13 કેબલ છે. જેમાં પક્ષી અથડાય છે અને મરે છે. નજીકમાં જ સોલાર પાવર પ્લાંટ પણ બનાવી દેવાયો છે.  જમીનની અંદર વીજ તાર નાંખવા નક્કી થયું હોવા છતાં નંખાતા નથી. નીચે ઊડતા હોવાથી વીજતાર સાથે અથડાઈને મૃત્યુ પામવાના બનાવ બને છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયુટ ઑફ ઇંડિયાનો અભ્યાસ કહે છે કે વીજતારને લીધે ઘોરાડના મૃત્યુનું પ્રમાણ સામાન્ય કરતા ૧૫ ટકા વધી ગયું છે. વનતંત્રએ પણ આ લુપ્ત થઈ રહેલા પક્ષી પ્રત્યેની સંવેદના ગુમાવી દીધી હોય તેવો પણ આક્ષેપ છે. વીજતાર અંડરગ્રાઉન્ડ કરવા માટે આદેશો અપાયા છે છતાં 3 વર્ષથી કંઈ થતું નથી. ૧૯૭૨ના વન્યજીવ કાયદા પ્રમાણે આવા સજીવોને બચાવવા માટે સરકારે જે કંઈ કરવુ પડે એ કરવું જોઈએ. કમનસીબે ગુજરાત કે કેન્દ્ર સરકાર કંઈ જ કરતી નથી.

વીજ કંપની જવાબદાર

સુઝલોન કંપનીની માનમાનીના કારણે ઘોરાડ અભયારણ પર મોટો ખતરો ઊભો થયો છે. સુઝલોનના ખુલ્લા વીજપોલ, વાયરો અને ટ્રાન્સમીટરો મુકવા સેટિંગ કરીને છૂટ આપી હતી. ફ્લેમિંગો માટે રણમાં વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની સરકારને ફરજ પડી હતી, પણ ઘોરાડ માટે એવું સરકાર કે કંપની કરવા તૈયાર નથી. કંપની સામે પગલાં જરૂરી છે. 23 ઓક્ટોબર 2017માં જમીન અંદર તાર નાંખવા સરકારે આદેશ કર્યો છે, છતાં તેનો અમલ થતો નથી. ટેગ મારેલું એક ઘોરાડ પાવર ટ્રાન્સમીશન કંપનીના હાઇટેન્શન વાયરને કારણે વીજકરંટ લાગવાથી મૃત્યુ પામ્યું હતું. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફે કેટલાય આદેશો બહાર પાડ્યા છે. પણ કંપની રાજનેતાઓના કારણે ગાંઠતી નથી.

29 ઓક્ટોબર 2017માં અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાં સુઝલોન પવનચક્કી કંપની દ્વારા નાખવામાં આવેલા વીજપોલ અને ટ્રાન્સમીટર ખુલ્લા અને અસ્તવ્યસ્ત હોવાના કારણે શોર્ટ સર્કિટ સર્જાતા આગ ફાટી નિકળી હતી. જીવસૃષ્ટિ બાળીને ખાખ થઇ ગઈ હતી.  અભયારણ વિસ્તારમાં હરણ, સસલા, તેતર વગેરે જેવા વન્ય જીવોને ભારે નુકશાન થયું છે. આ વિસ્તાર ઘોરાડ અભયારણમાં આવે છે. આગ લાગવાના કારણોની તાપસ કરવાની તસ્દી વન વિભાગે નથી લીધી.

નરેન્દ્ર મોદીએ વચન ન પાળ્યું

નરેન્દ્ર મોદી ઓગસ્ટ-2013 કચ્છ આવ્યા, ત્યારે તેમણે વક્તવ્યમાં ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘ઘોરાડ : દુનિયાનું અજોડ નજરાણું કચ્છની પાસે છે, જે થોડા માત્ર બચ્યા છે તેને બચાવવું છે’.  પછી વડાપ્રધાન બન્યા તો પણ કચ્છની દીકરીને બચાવવા માટે તેમણે કંઈ જ કર્યું નથી.

સહી ઝૂંબેશ

બચાવવા ઑનલાઇન ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ઓનલાઇન પીટીશન વહેતી કરવામાં આવી છે, જેના પર ૯,૦૦૦થી વધુ લોકો સહી કરી ચૂક્યા છે. ક્રિકેટર અનિલ કુંબલે, અભિનેત્રી દિયા મિર્ઝા સહિત અનેક હસ્તીઓ આ ઝૂંબેશમાં સામેલ થઈ છે.

ગુજરાતમાં 20 પ્રાણી સામે જોખમ

ગુજરાતમાં પ્રાણીઓની 20 જાતો તથા વનસ્પતિની 16 જાતોનો અસ્તિત્વ જોખમમાં હોય તેવી શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મે 9, 2016ના રોજ જાહેર કરાયું હતું કે, લુપ્ત થતી 20 જાતોમાં બ્લેક માહસીર, ગોલ્ડ માહસીર, કાળા અને લીલા સમુદ્રી કાચબા, સફેદ ચાંચવાળાં ગીધ, મોટાં ગીધ, લાલમાથાવાળાં ગીધ, ગરૂડ (સ્ટેપ ઇગલ), ગ્રેટર એડ્જટન્ટ-સ્ટોર્ક, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, લેસર ફ્લોરિકન, સોશિએબલ લેપવિંગ, સ્પોટેડ ગ્રીનશાર્ક, ટપકાવાળાં જંગલી ઘુવડ ધોલ, કારકાલ, બ્લ્યુ વ્હેલ, ફીન વ્હેલ અને ઘુડખરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં વનસ્પતિની 16 જાતોનું ચેર, ગુગળ, ખાખરા અસ્તિત્વ જોખમમાં છે.

કચ્છમાં ૩૫૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે. ૯૬૫થી વધુ પ્રકારની વનસ્પતિઓ છે. ૨૬થી વધુ પ્રકારનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ અને ૩૦થી વધુ સરીસૃપ જીવસંપદા વસવાટ કરી રહી છે.