હૈ માં તું પરત આવી જા, પાન મસાલાના થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી

ભરૂચ-પાન મસાલાના થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ

ભરૂચ-પાન મસાલાના થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ, હૈ..માં મારો શું વાંક,એક વર્ષ જેટલો સમય તો તારી પાસે હું રહી છું,તારા ખોળામાં રમી છું,તમારા પ્રેમ થી જ તો આ દુનિયા જોવા જન્મી છું,અને આજે તું મને તરછોડી દે છે..? ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી બાળકીના મન માં કદાચ આજે નહિ તો કાલે આ વાત આવશે જ, કારણ કે આ દુનિયામાં જન્મ લઇ એ બાળકીએ આજે જે દિવસો જોયા છે તે દિવસો ની કોઈ પણ માનવી કલ્પના જ ન કરી શકે,હજુ દુનિયામાં જન્મ લઇ માતા સાથે આંગળી પકડવાનું સપનું બાકી હતું તે જ માતા એ આજે તેની આંગળી છોડી તેને તરછોડી દીધી છે,

ભરૂચના જુના સરદાર બ્રીજ પાસે થેલામાં ત્યજી દીધેલ નવજાત શિશુ મળી આવ્યું હતું,બ્રિજ પાસે થી પસાર થતી મહિલાને નજીક માં પડેલ બિન વારસી પાન મસાલા ના થેલા માંથી બાળક નો અવાઝ આવતા મહિલાએ થેલો ખોલી જોતા તેમાં બાળકી હોવાનું સામે આવ્યું હતું,જે બાદ મહિલા સહિત ના સ્થાનિકોએ 108 સેવાની મદદ વડે નવજાત બાળકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું,તેમજ મામલે ભરૂચ સી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ ફૂલ જેવી માસૂમ બાળકીને તરછોડી દેનારા માતા પિતા સામે ઘટના બાદ થી લોકો ફિટકાર ની લાગણી વર્ષાવી રહ્યા છે,

હાલ આ બાળકી સારવાર હેઠળ છે અને કદાચ તેના માતા પિતામાં થોડી પણ માનવતા બચી હોય તો તેઓએ આ બાળકી સુધી ફરી પહોંચવું જોઈએ અને તેને પ્રેમથી ઉછેર કરવા સાથે તેના હિસ્સા નો પ્રેમ તો તેને આપવો જોઈએ તેમ આ ઘટના ક્રમ બાદ થી લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું,