લોકસંસ્કૃતિને ધબકતી રાખવાનું માધ્યમ એટલે કલા મહાકુંભ : મંજુબેન કારાવદરા

કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટી તંત્રપોરબંદર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના કલા મહાકુંભનવરાત્રી રાસગરબા અને યુવા ઉત્સવનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મંજુબેન કારાવદરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાયકલાસાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવતા અલગ-અલગ વય જૂથમાં સમાવિષ્ટ કલા પ્રવૃતિઓ બે દિવસ સુધી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું તાજાવાલા હોલ પોરબંદર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  વકતૃત્વનિબંધ લેખનકાવ્ય લેખનગઝલ શાયરી લેખનલોકવાર્તાદુહા-છંદ-ચોપાઇતબલાહાર્મોનિયમ (હળવું),ઓર્ગનસ્કુલ બેન્ડશાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)સુગમ સંગીતલગ્નગીતસમુહગીતલોકગીત/ભજનલોકનૃત્યરાસગરબાભરતનાટ્યમકથ્થકચિત્રકલાએકપાત્રીય અભિનય તથા સર્જનાત્મક કારીગરી જેવી સ્પર્ધાઓ યોજાશે.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરાએ કલા મહોત્સવમાં ભાગ લીધેલા તમામને શુભકામનાઓ પાઠવવાની સાથે કહ્યું કેઆપણા લોકગીતોકલા,સંસ્કૃતિરાસ વગેરે આપણી સંસ્કૃતિને ધબકતી રાખવા રાજ્ય સરકાર દ્વારા કલા મહોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને નવોદિત કલાકારોને પ્રોત્સાહિત કરવાની સાથે આપણી સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વનું યોગદાન પૂરું પાડ્યું છે. તથા વિજેતા કલાકારોનું સન્માન પણ કરવામાં આવે છે.

આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પટેલ, કલા મહાકુંભના પોરબંદર તાલુકાના કન્વીનરશ્રી અરૂણાબેન મારૂ, રાણાવાવ તાલુકાના કન્વીનરશ્રી ઘેલુભાઇ કાંબલિયા તથા નિર્ણાયકશ્રીઓ ઉપસ્થિથ રહ્યા હતા.