માછીમારો માટે કોંગ્રેસે સંકલ્પ પત્ર જાહેર કર્યો

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ મતદારોને લુભાવવા રાજકીય પક્ષો વિવિધ જાહેરાતો કરી રહ્યા છે તેવામાં ગુજરાતના માછીમારો માટે ગુજરાત કોંગ્રેસે સંકલ્પ બહાર પાડ્યો છે, કે

  • બોટ માલિકોને પ્રતિવર્ષ ૩૦ હજાર લીટર સેલ ટેક્સ મુક્ત ડીઝલ
  • પ્રતિવર્ષ ૦૪ હજાર લીટર પેટ્રોલ મફત અપાશે
  • પડોશી રાષ્ટ્ર દ્વારા કેદ બોટ માટે બોટ માલિકોને નવી બોટ માટે ૫૦ લાખની આર્થિક સહાય
  • પાકિસ્તાનમાં કેદ જેલમાં રહેલા માછીમારના પરીવારને ૩ લાખની આર્થિક સહાય અને મૃતકના પરીજનો ને ૧૦ લાખની આર્થિક સહાય
  • માછીમારો માટે જીંગા ઉછેર માટે જમીન લીઝ પર આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ના પ્રયાસોથી કોંગ્રેસે આ સંકલ્પ જાહેર કરીને બહાર પાડ્યો હોય, અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતમાં સદભાવના યાત્રા પર હતા ત્યારે સાગરખેડુ માટે ૪૦ હજાર કરોડની યોજના અસ્તિત્વમાં લાવ્યા હતા પરંતુ તે યોજના હેઠળ કોઈને સહાય મળવાનું જાણકારી મળતી ન હોવાથી આ યોજના માત્ર ચુંટણી પ્રચાર હોવાનું સાગર ખેડુઓ માને છે.