લગ્ન બાદ ચાલતા (અફેર્સ) ની અસર બાકીના પરિજનોના જીવનને બરબાદ કરી નાખે છે.

પોરબંદર જ નહીં ગુજરાતના અરવલ્લી, અમદાવાદ, જૂનાગઢ સમેત સમગ્ર ગુજરાતમાં સરકારી પ્રેમના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ૨૦૦૬ માં ગાંધીનગર સચિવાલય સંકુલના ત્રીજા માળેથી પડતું મુકીને જીવન ટુંકાવનાર મહિલા કર્મચારીની આત્મહત્યાએ આવી ઘટનાઓ પર રોશની પાડેલી પરંતુ ત્યારે ધ્યાનમાં ન આવેલો આ ઉજાસ આજે મસ મોટું અંધકાર બનીને હવે દરેકની સામે મંડરાઈ રહ્યો છે.

લગ્ન ઉપરાંત ના પ્રેમ કિસ્સાઓમાં અરવલ્લીમાં પ્રાંત અધિકારી સ્ટાફ કર્મી મહિલા સાથે પ્રેમમાં પડી ગયેલા જેમાં બાદમાં ફરિયાદો ઉઠતા SDM ને સરકારે તુરંત સસ્પેન્ડ કરી દીધેલા, જો કે એક જ ગુન્હામાં બંને પક્ષને સજા થવી જોઈતી હતી, પરંતુ મહિલા કર્મીને કોઈ સજા ન થતાં લોકોમાં સરકારના આવા પક્ષપાતની ઘોર નિંદા પણ થયેલ હતી, હાલ આ મામલો ન્યાયાલયમાં છે.
વાત કરીએ પોરબંદરની તો હજુ થોડા સમય પહેલાં માંડ માંડ ડમાઈ ગયેલા એક અફેરમાં પોરબંદરના એક મહિલા ક્લાર્ક અને એક નાયબ મામલતદારની પ્રેમકથા ખુબ ચર્ચામાં આવી હતી જેમાં બાદમાં ભીનું સંકેલાઈ જતાં બંને પક્ષના પરીવાર પર આવેલી આફત ટળી ગઈ હતી. ત્યારે એ જ સંકુલમાં વધુ એક પ્રકરણ ચર્ચામાં છે, પ્રેમ સોળે કળાએ પરવાન ચડ્યો હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે.
પ્રેમ અને અફેર્સ દરેક લોકોની અંગત બાબત છે પરંતુ ચાલુ નોકરીએ જનતાના કામને બદલે આવા ઈસમો પ્રેમને વધુ મહત્વ આપે અથવા તો આવા કિસ્સાઓને સામાજિક દરજ્જો ન આપે ત્યારે આવી ઘટનાઓ આપો આપ લોકોમાં ચર્ચાનું સ્થાન મેળવે છે. ચર્ચામાં આવેલ આ પ્રેમ, પ્રેમ છે કે પ્રકરણ (અફેર) એ તો આવનારો સમય કહેશે પરંતુ સરકારની બે મોટી કચેરીના બે નાનકડા મુલાજીમો વચ્ચે પાંગરેલા આ પ્રેમની ચર્ચા બંને સંકુલોમાં ધીમે અવાજે ગુણગુણી (વગોવાઇ) રહી છે.
        ફોટો પ્રતીકાત્મક છે.

માનવીય હૂંફ અને વિજાતીય આકર્ષણ એ પ્રત્યેક માણસની જરૂરિયાત તેમજ સ્વભાવ છે અને એટલે જ માનવ સમાજમાં સામાજિક વ્યવસ્થા અને લગ્ન વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે.પરંતુ પ્રેમ જયારે સામાજિક નથી બનતો ત્યારે એ અફેરમાં પલટાઈ જાય છે અને આવા અફેર્સ એ સામાજિક વ્યવસ્થાનો બૌ મોટો સડો છે. સરકારી ઓફીસોમાં કામનો નિકાલ આ કારણે ન થાય એતો સમજાય પરંતુ આ સડો જયારે સરકારી મુલાજીમોમા પડે કે વધે ત્યારે એની અસર તેવા રોગીઓના ઘર ઉપરાંત જે તે સમાજમાં ઊંડે સુધી પડે છે, વાત કરીએ અસરોની તો બે પાત્રો પૈકી એક પાત્ર જયારે પ્રેમ નિષ્ફળ જાય ત્યારે ડિપ્રેસનમાં ધકેલાઈ જાય છે ઉપરાંત પ્રેમ સફળ નિષ્ફળ થવાના પહેલા પાયદાન પર હોય ત્યારે એની અસર બંનેના પરીવાર પર પડે છે. આવી અસરો બાદ પણ આવા પ્રેમ સફળ થયા બાદ પણ ભાગ્યે જ લાંબી મંઝીલ કાપે છે અને નિષ્ફળ ગયા બાદ એ લાઈલાજ રોગ બની જાય છે, આવા લોકો મંઝીલ ભટકે ત્યારે આવા કિસ્સાઓ માનવ સમાજ માટે જીવીત બૉમ્બ સમાન બની જાય છે. કેમકે નિષ્ફળતા પચાવવી અઘરી હોય ઉપરથી સરકારી પૈસે ઘર ચાલતું હોય આવા લોકો અટકી નથી શકતા પરંતુ નિષ્ફળતાને સફળ બનાવવા બીજા પાત્રો શોધી લેતા હોય છે.

છાસવારે સરકારી કર્મચારીઓમાં વધતા આપઘાતો પાછળ આવા કારણો પણ મહદઅંશે જવાબદાર હોય છે તેથી સરકારે આવા કિસ્સાઓની નોંધ લેવી જોઈએ અને જેમ શાળાઓમાં ભૂલકાના રિપોર્ટ કાર્ડ બને છે તેમ સરકારી નોકરીમાં ખાસ કરીને વયસ્ક કર્મચારીના રિપોર્ટ કાર્ડ તેના પરિજનોને આપવા જોઈએ, અથવા તો રીશેષ અને છૂટવાના સમયે એના સંતાન પર નજર રાખવાનું કારણ પૂરું પાડવું જોઈએ કારણકે આવા કિસ્સાઓમાં મોટાભાગે પરીવાર બિચાડો અજાણ હોય છે અને જયારે જાણકાર બને ત્યારે ખુબ મોડું થઈ જતું હોય છે. આવા રંગીન મિજાજી લોકો એના પરિજનોને સહેલાઈથી મૂર્ખ બનાવતા હોય છે કે ઓફિસમાં કામ છે પરંતુ તેઓ વાસ્તવમાં એનાં પ્રિયપાત્ર સાથે ઓફીસના નામે કે ઓફીસમાં જ ગુલછડીઓ ઉડાવતા હોય છે.
પોરબંદર જિલ્લા સેવાસદન અગાઉ ઘટી ચુકેલી આવી કેટલીક ઘટનાઓથી વાકેફ અને ચર્ચિત છે ત્યારે આલા અધિકારીઓ આવી ઘટનાઓ પર આંખ આડા કાન ન કરે તો જ આવા મૌસમી પ્રેમ ડામવામાં પરીવારજનો કામિયાબ નીવડે. અત્રે નોંધનીય છે કે સ્ત્રી અને પુરુષ પરસ્પર એકબીજાના પુરક છે પરંતુ આ પૂર્તતા સામાજીક ન હોય તો આવી વૃતિ એક રોગ છે અને એનો કોઈ ઈલાજ પણ નથી સિવાય કે એ રોગ સ્ત્રી કે પુરુષમાં દાખલ થતા પહેલા અટકાવી લેવામાં ન આવે તો !!