Nick Jonas Birthday: પ્રિયંકા પહેલા નિક આ યુવતીઓના પ્રેમમાં પડ્યો હતો

હોલિવુડ સિંગર અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો વર્ષ 2016માં નિકનું પહેલું આલ્બમ ઈટ્સ અબાઉટ ટાઈમ રિલીઝ થયું તેના બેન્ડને ડિઝની ચેનલ પર ઘણી સફળતા મળી નિક જોનાસને પ્રથમ પ્રેમ ત્યારે થયો જ્યારે તે માત્ર 14 વર્ષનો હતો નિક જોનાસનો પહેલો પ્રેમ ડિઝની સ્ટાર અને અમેરિકન ગાયિકા-અભિનેત્રી માઇલી સાયરસ હતો

હોલિવુડ સિંગર અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. નિક જોનાસ પોતાના અંગત જીવનને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. તેનો જન્મ 1992માં ડલ્લાસ, ટેક્સાસ, યુએસએમાં પોલ કેવિન જોનાસ સિનિયરના ઘરે થયો હતો. નિકનું સાચું નામ નિકોલસ જેરી જોનાસ છે. નિક જોનાસે માત્ર 13 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

વર્ષ 2016માં નિકનું પહેલું આલ્બમ ઈટ્સ અબાઉટ ટાઈમ રિલીઝ થયું હતું. જે બાદ તેના બેન્ડને ડિઝની ચેનલ પર ઘણી સફળતા મળી હતી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા પહેલા નિક જોનાસનું અન્ય ચાર મહિલાઓ સાથે પણ અફેર હતું. નિક જોનાસને પ્રથમ પ્રેમ ત્યારે થયો જ્યારે તે માત્ર 14 વર્ષનો હતો. નિક જોનાસનો પહેલો પ્રેમ ડિઝની સ્ટાર અને અમેરિકન ગાયિકા-અભિનેત્રી માઇલી સાયરસ હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતે કબૂલ્યું હતું કે માઈલી એ પહેલી છોકરી હતી જેને તેણે કિસ કરી હતી. તે જૂન 2006 થી ડિસેમ્બર 2007 સુધી આ સંબંધમાં હતો.