કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ, નવરાત્રી રાસગરબા અને યુવા ઉત્સવનું આયોજન થનાર છે. આ આયોજન તા.૧૬ તથા તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૮.૩૦ કલાકથી રાત્રીના ૯ કલાક દરમ્યાન તાજાવાલા હૉલ ખાતે યોજાશે. જેમાં પોરબંદર જિલ્લના અંદાજિત ૮૦૦થી ૧૦૦૦ જેટલા બાળ, યુવા અને વયસ્ક કલાકારો ભાગ લઈને પોતાની કલા રજૂ કરશે