સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન હેઠળ પોરબંદર બીચની સફાઇ કરાશે

લોકો સહભાગી બનીને અભિયાનને સફળ બનાવે તેવી અપીલ ગુજરાત ઇકોલોજી કમિશન દ્રારા કરાઇ

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સમુદ્રી કિનારો સાગર તટની સ્વચ્છતા માટેનું અભિયાન ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ શરૂ કરવામા આવ્યું છે. આ અભિયાનમા ભારત સરકાર સાથે ગુજરાત સરકારના ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ, કોસ્ટગાર્ડ, સાગરભારતી ભાગીદારીથી ગુજરાતના દરિયાકાંઠાની સીમા જાગરણ મંચ, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધી સાથે અન્ય સરકારી, ધાર્મિક સંસ્થાઓ તથા સ્થાનિક સંસ્થાના સહયોગમા ગુજરાતના દરિયા કાઠાની સ્વચ્છતા તા. ૧૭ ના રોજ કરાશે.

આ અભિયાનનો મુખ્યત્વે હેતુ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા પર મુકાયો છે. આ અભિયાનના ભાગરૂપે ચોપાટી બીચ, પોરબંદર ખાતે ૧૭ સપ્ટેમ્બર રોજ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ વાગ્યા સુધી આ અભિયાન હેઠળના કાર્યક્રમો, પ્રદર્શન તથા બીચ સફાઇ કરાશે જેમાં પોરબંદરના લોકો સહભાગી બનીને અભિયાનને સફળ બનાવે તેવી પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયા અને તંત્ર દ્વારા અપીલ કરવામા આવી છે.