પોરબંદરના રાણાવાવ સરકારી વિનયન કોલેજ ખાતે ૩૬ મા નેશનલ ગેમ્સ અવેરનેશ કાર્યક્રમ યોજાયો

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્રારા પોરબંદરના રાણાવાવ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે ૩૬ મા નેશનલ ગેમ્સ અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના યુવાનોવિધાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ખેલકૂદને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની નીતિના સુખદ પરિણામોના ભાગરૂપે રાજ્યના યુવાનો રમતગમતમા આગળ વધ્યા છે ત્યારે આગામી સમયમા યોજાનાર ૩૬મા નેશનલ ગેમ્સમા ગુજરાતના યુવાનોમા જાગૃતિ આવે તે હેતુથી સેલીબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોટ્સ થીમ સાથે યોજાઇ રહેલા કાર્યક્રમના ભાગરૂપે આજે રાણાવાવ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.  

આ પ્રસંગે નગરપાલિકાકના પ્રમુખ જીવીબેન ભુતિયાએ કહ્યુ કેશસક્ત શરીરમા સશક્ત મન વસેલુ હોય છે. અત્યારે ટેકનોલોજીના સમયમા પણ યુવાધન રમતગમતમાં ભાગલઇને આગળ વધે તે માટે સરકાર દ્રારા પ્રોત્સાહન આપવામા આવે છે. બાળકોને મોબાઇલની રમતોના સ્થાને મેદાનમા રમાતી રમતોમા જોડાય તે ઇચ્છનીય છે.

કોલેજના આચાર્યશ્રી કે.કે.બુધ્ધભટ્ટીએ કહ્યુ કે, રમતએ અભ્યાસ સાથે શારીરિક ક્ષમતા લીડરશીપ, આયોજન અને સહકાર જેવા ગુણો શીખવે છે. આ રમતોનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બનાવાનો  છે. યુવાનોના શારિરીક માનસિક વિકાસમા રમતોનુ ખુબ જ મહત્વ હોય છે ત્યારે સરકાર પણ રમતોને પ્રોત્સાહન આપે છે. આ પ્રસંગે ખેલમહાકુંભ તાલુકા કક્ષાએ વિજેતા શાળાઓને ઇનામ વિતરણ કરાયા હતા. તેમા પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર જવાહર નવોદય વિધાલયને રૂ. ૨૫ હજારનો ચેક, દ્રિતિય નંબર પ્રાપ્ત કરનાર મજીઠીયા ગર્લ્સ સ્કૂલને રૂ. ૧૫ હજારનો ચેક તથા તૃતિય નંબર પ્રાપ્ત કરનાર સિગ્મા સ્કૂલને રૂ. ૧૦ હજારનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા વિધાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા યોગ નિદર્શન કરાયુ હતુ.

આ તકે કાર્યક્રમમા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સામતભાઇ મોઢવાડીયા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી મનીષભાઇ જીલડીયા સહિત મહેમાનો તથા કોલેજના વિધાર્થીઓ અને ખેલાડીઓ હાજર રહ્યા હતા.