ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર શાળાઓનું સન્માન

આ તકે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ વડાશ્રી રવિ મોહન સૈની, નગરપાલિકા પ્રમુખશ્રી સરજુભાઇ કારિયા, અગ્રણી કિરીટભાઇ મોઢવાડિયા સહિત યુવાનો તથા ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૩૬ મા નેશનલ રમતોમા ગુજરાતના યુવાનો અને વિધાર્થીઓમા જાગૃતિ આવે તે હેતુથી પોરબંદર ખાતે તાજાવાલા હોલ સુધી રેલી અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સેલીબ્રેટીંગ યુનિટી થ્રૂ સ્પોટ્સ થીમ સાથે ૩૬ મા નેશનલ રમતોમા ગુજરાતના યુવાનો અને વિધાર્થીઓમા જાગૃતિ આવે તે હેતુથી અને રમતગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે માટે ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન અને  સેલીબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોટ્સ થીમ સાથે પોરબંદર જિલ્લા રમત સંકુલ દ્રારા એમ.ડી.સાયન્સ કોલેજથી તાજાવાલા હોલ સુધી રેલી યોજાઇ હતી. તથા રેલી બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમા ખેલમહાકુંભમા જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ  શાળા/સંસ્થાઓને ચેક વિતરણ કરી સન્માન કરાયું હતું.

ગુજરાતના યુવાનો ખેલકૂદમા આગળ વધે તે માટે ગુજરાત સરકાર દ્રારા ખેલ મહાકુંભ કાર્યક્રમ હેઠળ રમતવીરોને પ્રોત્સાહન આપવામા આવે છે. ત્યારે આગામી સમયમા યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સમા રાજ્યના યુવાનોમા જાગૃતિ આવે તે માટે પોરબંદર જિલ્લાના યુવાનોને રમત ગમતમા આગળ આવે તે માટે અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે  શ્રી ભાનુપ્રસાદ સ્વામીએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચનમા કહ્યુ કે, યુવાધન રમતગમતમા આગળ વધે તેઓનો શારીરિક અને માનસિક રીતે વધુ વિકાસ થાય તે માટે સરકાર દ્રારા રમતોને પ્રોત્સાહન આપવાની સાથે બજેટમા પણ વધારો કરવામા આવી રહ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મંજુબેન કારાવદરાએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી શિક્ષણ અને સરકારી નોકરીઓની જેમ રમતગમત ક્ષેત્રે પણ દિકરીઓ કાઠુ કાઢી રહી છે. નેશનલ ગેમ્સને માત્ર ૩ મહિનાના ટૂંકા સમયગાળામાં ગુજરાત રાજ્યએ આ પડકાર ઝીલીને રાજ્યના યુવાનો ૩૬ મા નેશનલ ગેમ્સમા વધુને વધુ જોડાય તથા અવેરનેસ આવે તે માટે આ કાર્યક્રમનુ આયોજન કરાયું છે. આ તકે યુવાનોને પ્રોત્સાહન આપવા આવેલા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ હતુ કે, રમતગમત અને યોગ થકી શારિરીક તથા માનસિક રીતે ફીટ થવા અપીલ કરવાની સાથે અમારા સમયમા જુની રમતો, ખેતી દ્રારા શરીર ફીટ રહેતુ તેમ જણાવ્યું હતું. આ તકે ધારાસભ્યશ્રીએ રમત ગમતને ગુજરાત સરકારે પ્રોત્સાહન આપી અનેક યોજનાઓ કાર્યરત છે તેમ કહ્યું હતું.

આ તકે ખેલમહાકુંભમા વિજેતા વિવિધ શાળા/સંસ્થાઓનુ સન્માન કરાયું હતું. જેમા પ્રથમ નંબરે વિજેતા ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરાને રૂ.૧ લાખ ૫૦ હજારનો ચેક, બીજા નંબરે વિજેતા ડી.એલ.એસ.એસ. સાંદીપનિ સ્કૂલને રૂ.૧ લાખનો ચેક તથા ત્રીજા નંબરે વિજેતા જે.વી. જેમ્સ સ્કૂલને રૂ. ૭૫ હજારનો ચેક આપીને સન્માન કરાયુ હતુ.  તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ નિદર્શન કરાયુ હતુ. તથા ફીટ ઇન્ડીયા મુવમેન્ટના શપથ લેવડાવવામા આવ્યા હતા.

આ તકે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ વડાશ્રી રવિ મોહન સૈની, નગરપાલિકા પ્રમુખશ્રી સરજુભાઇ કારિયા, અગ્રણી કિરીટભાઇ મોઢવાડિયા સહિત યુવાનો તથા ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.  તથા કાર્યક્રમનુ સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતું અને કાર્યક્રમની આભારવિધિ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીશ્રી મનીષભાઇ જીલડીયાએ કરી હતી.