પોરબંદર જિલ્લાના નાગકા ગામે વંદે ગુજરાત રથનું સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રાદિવસ – ૮

નાગકા,કોટવાણાવિંઝરાણાગોઢાણાબાવળવાવ અને ખિસ્ત્રી ના ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર સ્વાગત કરાયું, ગ્રામજનો દ્વારા  સરકારની ૨૦ વર્ષના  વિકાસગાથાની પ્રદર્શની નિહાળી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ વંદે ગુજરાત રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં  નાગકા ખાતે વંદે ગુજરાત રથ પહોંચ્યો હતો.  નાગકા ગામે  રામદેપીર આશ્રમ કોમ્યુનિટી હોલ ખાતે આવેલા રથનું  નાગકા,કોટવાણાવિંઝરાણાગોઢાણાબાવળવાવ અને ખિસ્ત્રી ગ્રામજનો દ્રારા સ્વાગત કરાયું હતું.

આ તકે રથને  કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું ઔષધિય છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા વીસ વર્ષના વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્માન કાર્ડના ૨ લાભાર્થી તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ૫ લાભાર્થીને કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ તકે તાલુકા હેલ્થ ઓફિસર શ્રીમતી થાનકીબેને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ વિશે જાણકારી આપી હતી તેમજ વધુ માં વધુ લોકો આ યોજના લાભ લે તેવી અપીલ કરી હતી.

આ તકે મહાનુભાવોના હસ્તે નાગકા ગામના રૂ. ૫ લાખ થી વધુ રકમના  કામોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું . જેમાં ૨ લાખ ૫૯ હાજર ૮૯૬ ખર્ચે સી.સી. રોડનું  કામ તથા રૂ.૨ લાખ ૫૦ હજારના ખર્ચે ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ રૂ.૫ લાખ ૯ હજાર ૮૯૬થી વધુ રકમના વિકાસ કામોનું લોકાપર્ણ  કરાયું હતું.

કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ૨૯ જેટલા ગ્રામજનો  ને તાત્કાલિક સ્થળ પર  આયુષ્માન કાર્ડ અને ૫૪ જેટલા લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા બાવળવાવ અને ગોઢાણા ગામને કેરોસીન મુક્ત ગામ બનવા બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.

આ તકે  નાગકા ગામના સરપંચશ્રી અરજણભાઇ રાણાવાયાકાટવાણા ગામના  સરપંચશ્રી ભરતભાઈ ઓડેદરાગોઢાણા ગામના સરપંચ શ્રીમતિ વાલીબેન મોરી તલાટી કમ મંત્રીશ્રી,આરોગ્ય વિભાગનો સ્ટાફઆંગણવાડીના બહેનો સહિત અધિકારીશ્રો,પદાધિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.