પોરબંદર જિલ્લા બાળ સુરક્ષા અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની સરાહનીય કામગીરી

પિતાથી વિખુટા પડી પોરબંદર આવેલા રાજસ્થાનના બાળકને ૨૪ કલાકમા પરિવાર શોધી બાળકને સોપાયુ, પોરબંદરનુ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પરિવારથી વીખુટા પડેલ બાળકો માટે આશ્રય રૂપી બન્યું

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ૨ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ પ્રારંભ થયેલ પોરબંદરનુ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પરિવારથી વિખૂટા પડેલા બાળકો અને તેમના વાલીઓ માટે મિલનની કડીરૂપ બન્થુ છે. ગુજરાત સહિત પ.બંગાળ,મધ્ય પ્રદેશ,અને હાલ રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાનું બાળક એમ કુલ ત્રણ બાળકોને પરિવાર સાથે મીલન  માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-પોરબંદર નિમિત બન્યું છે.

પોરબંદર જિલ્લાનું રેલ્વે છેલ્લું રેલ્વે ટેશન હોવાથી અવારનવાર અન્ય રાજ્યના બાળકો પરિસ્થિતિ મુજબ રિસાયને અથવા અન્ય કારણોસર બાળકો ટ્રેનમાં બેસી પોરબંદર છેલ્લુ સ્ટેશન હોવાથી અહી આવી ચડતા હોય છે. આ બાળકોને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ  ખાતે રાખવામા આવે છે. બાળકો પરિવારથી નાનામોટા પાયે નારાજ હોય તેવા સંજોગોમાં બાળકના માતા પિતા અને પરિવારની ભાળ મેળવવી મુશ્કેલ બની જાય છે. તેવા સંજોગોમાં  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મોરીના માર્ગદર્શનમા સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ જેમા બાળ સુરક્ષા અને ચિલ્ડ્રન ફોમ ફોર બોયઝ-સ્ટાફ દ્વારા બાળકો પ્રત્યે સંવેદનશીલ અને મૈત્રી પૂર્વક, કેવી રીતે બાળકો પાસેથી માહિતી મેળવવી તેવી તાલીમ બદ્ધ સ્ટાફ હોય છે. પરિણામે બાળકોને તેમના માતા પિતા સાથે મિલન કરવામાં સફળતા મળી રહે છે. તાજેતરમા રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાથી આવેલા બાળકને તેમના પરિવારજનોને સોપવામા આવ્યુ છે.