જગતના તાતને પ્રકૃતિનો સાદ: પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

ડિજિટલ મેગેઝીન સ્વરૂપ માહિતી શૃંખલા લોન્ચ કરવા બદલ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જિલ્લાની ટીમને અભિનંદન આપ્યા

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને  સાકાર કરવા માટે અનેક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે.

રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ રહ્યા છે અને તે દિશામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી મળી રહે તે માટે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ એક પહેલ કરી ‘જગતના તાતને પ્રકૃતિનો સાદ ‘ ડિજિટલ મેગેઝીન સ્વરૂપ માહિતીની શૃંખલા તૈયાર કરી છે. અને નિયમિતપણે ડિજિટલ માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે.

જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માના પરામર્શ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી કે અડવાણી ના સંકલન હેઠળ આત્મા પ્રોજેક્ટ પોરબંદર દ્વારા આ માહિતી સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે. સંપાદન મંડળમાં સંલગ્ન કચેરીઓ સેવા આપશે.

        આ ડિજિટલ મેગેઝીનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ, જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ, પ્રગતિશીલ ખેડૂતની સાફલ્ય ગાથા, સરકારશ્રીની પ્રાકૃતિક ખેતી અંગેની યોજનાઓ સહિતની માહિતી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન કરવા માટે આપવામાં આવશે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના જનકલ્યાણના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે વિવિધ પ્રકલ્પો- અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. લોકશક્તિને રચનાત્મક માર્ગે વાળવાના અભિયાનમાં જન ભાગીદારીથી પ્રોત્સાહન મળતા જિલ્લા તંત્રને પણ બળ મળ્યું છે.

પ્રાકૃતિક ખેતી માટે ડિજિટલ મેગેઝીન સ્વરૂપ માહિતી શૃંખલા લોન્ચ કરવા બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાની ટીમને અભિનંદન આપ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.