
પોરબંદરમાં યોજાનાર ગુરુ ગૌરવ એવોર્ડનું LIVE પ્રસારણ
શ્રી હરી મંદીર સાંદિપનીમાં ઉજવાશે ગુરુપૂર્ણિમા
૧૩ જુલાઈ ગુરુપૂર્ણિમાના પૂર્વ દીને “ગુરુગૌરવ” એવોર્ડ સમારોહ ઉજવાશે જેમાં ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણમંત્રીશ્રી જીતુ વાઘાણી મુખ્ય મહેમાન પદે ખાસ હાજરી આપશે, એવોર્ડ જેને એનાયત થવાના છે તેની વિગત જોઈએ તો પોરબંદરના જ્યોતિબેન થાનકીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ, વલસાડના સુજાતાબહેન શાહને શ્રેષ્ઠ ગુરુગૌરવ એવોર્ડ તેમજ ભાવનગરની દંગાપરા પ્રાથમિક શાળાને ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ તકે ગુજરાતના સાહિત્ય કલાકાર શ્રી સાંઈરામ દવે પણ ઉપસ્થિત રહેનાર છે.
ગુરુપૂર્ણિમાના દિવસે સવારે ગુરુ પાદુકા પૂજન, પૂજ્ય ભાઈશ્રી દ્વારા જ્ઞાન ઉપદેશ, ગુરુપૂર્ણિમા વંદન, ચંદન અને પ્રણામ ઉત્સવ, જેમાં મુખ્ય યજમાન પદે શ્રીમતી રંજનબહેન અવિનાશભાઈ ભોગાયતા પરીવાર ઉપસ્થિત રહેશે.
તારીખ ૧૨ અને ૧૩ જુલાઈ શ્રીહરિ મંદિર ભક્તો અને મહેમાનોથી ઉભરાનાર હોય સાંદિપની આશ્રમે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
બપોરે 3:30 થી જીવંત પ્રસારણ જોવા ક્લિક કરો
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button