પૂર્વ વરીષ્ઠ બ્રહ્મ અગ્રણી અને સર્વ સમાજને શિક્ષા પ્રાપ્તિનો અભિગમ ધરાવતા શ્રી વલ્લભભાઈ મોઢાની દીર્ઘદ્રષ્ટિ અને અડીખમ નિર્ણયથી ૨૦૦૭ માં વી.જે.મોઢા કોલેજને પોરબંદરમાં સાકાર કરનાર એજ્યુકેશન કેમ્પસનો આજે સ્થાપના દિવસ છે, યુવાનીમાંથી વયોવૃદ્ધીની યાત્રામાં પોતાનો બધો સમય હવે અધ્યાત્મને આપનાર વલ્લભભાઈ પોતાની દીર્ઘતાથી આજે જ્યારે અનેક યુવાઓના સપનાને સાકાર કરવાની જીવંતમૂર્તિ બન્યા છે. આ તકે પૂર્વ વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓનો વરસાદ વર્ષાવ્યો હતો, સાથે સાથે પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયાએ શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે પોરબંદરના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામાં શ્રી વલ્લભભાઈનું અક્ષમ્ય યોગદાન છે અને તેના પુત્રો પણ આ યોગદાનને આગળ ધપાવવા કટિબદ્ધ છે ત્યારે પોરબંદરના શિક્ષણને લઈને તેની વર્ષોજુની ચિંતા આજે હળવી થઈ છે.
સંસ્થાના ટ્રસ્ટી અને સંસ્થાના તડકા છાંયડામાં અચૂક ફરજ બજાવતા સેનાની અશોકભાઈ મોઢાએ શુભેચ્છાઓ પાઠવનાર સર્વોને ધન્યવાદ પાઠવતાં જણાવ્યું હતું કે પોરબંદરના શિક્ષણમાં હજુ કેટલુંક ઘટે છે, લોકોના આશીર્વાદ રહ્યા તો એ તમામ ઘટ પૂર્ણ કરીને પોરબંદરની શૈક્ષણિક ચિંતાઓને નેસ્તનાબૂદ કરવાની તેમની આગવી ઈચ્છા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા અને સંકુલ વિધિવત રીતે ૦૭ જુલાઈ ૨૦૨૨ ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું.