‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ નો પોરબંદરના ઝુંડાળાથી પ્રારંભ

પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેન કારાવદરા, ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેકટર શ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિ.કે.અડવાણી તેમજ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી સરજુભાઈ કારીયા અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ કેશવાલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રથને પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રસ્થાન કરાવ્યો હતો.

  • વંદે ગુજરાત વિકાસ યાત્રા પોરબંદર જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોરબંદર ના ઝુંડાળા મહેર સમાજ ખાતે યોજાયો હતો.
  • આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેન કારાવ દરા એ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં કરાયેલા વિકાસ અને જન સેવાના કાર્યો જણાવી જન જન સુધી રાજ્ય સરકારની કલ્યાણકારી માહિતી પહોંચી રહી છે તેમ જણાવ્યું હતું.
  • ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા એ છેલ્લા 20 વર્ષ પહેલા ગુજરાતની સ્થિતિ અને આજે વિકાસલક્ષી ગુજરાતની સ્થિતિ અને બજેટમાં થયેલા વધારા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
  • જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડિયા એ પણ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને જણાવી જિલ્લા તંત્રના આયોજનને આવકાર્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ની માહિતી આપી હતી.
  • જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માએ પણ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત લોકોની સેવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો યોજનાના લાભો અને જિલ્લામાં થનાર વિકાસ કાર્યોની માહિતી આપી હતી. અધિક કલેક્ટર શ્રી એમ કે જોશી એ સ્વાગત પ્રવચન કરી યોજના કે માહિતી આપી હતી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દવેએ પણ નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી.

આ તકે ૧૮ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકરૂપે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું, વન વિભાગ દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કાર્યો અને યોજનાકીય માહિતી રજૂ કરતી ફિલ્મનું નિર્દર્શન કરવામાં આવ્યું હતું.