ખોડભાયા, ધનવાણી, પુરોહિતની પ્રમોશન સાથે બદલી, યોજાયો વિભાગીય વિદાય સમારંભ

ભાવવિભોર બન્યા વિભાગના સહકર્મીઓ

પોરબંદર જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં શ્રી એમ.ટી. ધનવાણી, (ચીટનીશ) શ્રી વી.પી. પુરોહીત (વેરા વસુલાત અધિકારી) અને શ્રી એન.જે. ખોડભાયા (મામલતદાર વડીયા) ને પ્રમોશન મળતા અને આ સાથે તેઓની બદલી થતાં કલેકટર કચેરીના કર્મચારી મહામંડળ દ્વારા આજે સાંજે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાય ગયો, આ કાર્યક્રમમાં પોરબંદર કલેકટરના ચીટનીશ શ્રી યુ.ડી. વાઢીયા, કર્મચારી મહામંડળના ભોગાયતા ભાઈ, રામદેભાઈ, હાર્દિક બારૈયા, હાર્દિક ગઢવી, માધવીબેન, ભૂમિબેન, અંકિતાબેન, દીગીશાબેન, ભાવિન જોશી, મનીષ ચાંડપા, લલિત ગોસ્વામી સહિત તમામ સદસ્યો ઉપસ્થિત હતા. આ તકે પ્રમોશન પામેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે સહકર્મીઓનો પ્રેમ અને પોરબંદરની જનતાના પ્રેમનું ભાથું અમારી સાથે કાયમ રહેશે અને સતત પ્રેરણા પણ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે યોજાયેલો કાર્યક્રમ જમીનશાખા વિભાગનો હતો જ્યારે સત્તાવાર કાર્યકમ સોમવારે યોજાનાર છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ સાથે જીલ્લા સેવા સદનમાં સીનીયર કેડરના આ ત્રણ અધિકારીઓને પ્રમોશન મળી જતા હવે મોટાભાગના વિભાગોમાં જુનીયર કર્મચારીઓ તથા અધિકારીઓ મોજુદ છે જેમાંના લગભગ ૨૦૦૯ ની બેન્ચના હોય આગામી સાત-આઠ વર્ષ માટે પ્રવર્તમાન કર્મચારીઓ માટે પ્રમોશન દૂર છે, ત્રણેય અધિકારીઓએ પોરબંદરમાં ખાસ્સા વર્ષો કામ કરીને ખાસ્સી એવી લોકપ્રિયતા અને જન આશીર્વાદ પ્રાપ્ત કરેલ હોય, લોકપ્રશ્નોમાં કામ કરવાની તેમની આ આગવી ઢબ જુનિયરોમાં જો વિકસિત ન થાય તો અરજદારો માટે પણ આ આખરી પેઢી હતી જેઓની સરકારે બદલીઓ કરી છે.

આમ પોરબંદર રેવન્યુ વિભાગ હવે જુનિયરોના હાથમાં છે, આ અગાઉ શ્રી ભડાણીયા, શ્રીમતી રેખાબેન, વિરમભાઈ, અટારાભાઈ જેવા સીનીયરો હતા જે લોક અભિગમ ધરાવતા હતા અને ક્રમાનુસાર તેઓ બઢતી સાથે બદલી પામ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.