મનરેગામાં એજન્સીઓના કામ સામે રોષ, નાણાં પંચનાં કામો ખોરંભે પડયાની રાવ

  • રાજકોટ જિ.પંચાયતનો જસદણમાં લોકદરબાર સફળ રહેતા હવે અન્ય તાલુકામાં યોજાશે
  • તલાટીઓની  બંધ બારણે  બેઠક બોલાવી પ્રમુખ – ડીડીઓએ કામો ઝડપી કરવા સૂચના આપી,
  • 60થી વધુ પ્રશ્નો રજૂ થયા

રાજકોટ, : રાજકોટ જિલ્લા પંચાયતનો  આજે તાલુકા કક્ષાનો પ્રથમ લોકદરબાર જસદણમાં  યોજાયો હતો તેમાં સરપંચો અને સભ્યોએ ખાસ કરીને મનરેગાનાં કામોમાં એજન્સીઓની કામગીરી સામે રોષ વ્યકત કર્યો આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ, નાણાં પંચના કામો ખોરંભે પડયા છે તેને ઝડપી બનાવવા તલાટીઓની બેઠકમાં પ્રમુખ – ડીડીઓએ સૂચના આપી હતી. તાલુકા કક્ષાએ લોકદરબારનો પ્રયોગ સફળ રહયો હતો આશરે 60 થી વધુ પ્રશ્નો શાસકો સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં ત્રણ લોકદરબાર નિરસ રહયા બાદ તાલુકા સ્તરે યોજવાનો નિર્ણય કરાયો હતો તે મુજબ આજે જસદણ પ્રાંત કચેરી ખાતે બપોરેે ત્રણ કલાકે પ્રમુખ – ઉપપ્રમુખ, ધારાસભ્ય અને સંગઠનનાં હોદેદારોની હાજરીમાં યોજયેલા લોકદરબારમાં 60થી વધુ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જસદણ અને વિંછીયા તાલુકાનાં સરપંચો – અરજદારોએ મનરેગાનાં કામોમાં એજન્સીઓ સમયસર માલ આપતી ન હોવાથી કામો ખોરંભે પડયા હોવાની રાવ કરતા જરૂર લાગે તો એજન્સીઓ બદલી નાખવા સૂચના અપાઈ હતી. કેટલાક ગામોમાં નાણાં પંચનાં કામો ખોરવાઈ ગયા છે આયુષ્યમાન કાર્ડની કામગીરી ઝડપી બનાવવા, તલાટીઓ હાજર રહેતા નથી તેવી ફરિયાદો કરવામાં આવી હતી. આશરે અઢી કલાક સુધી લોકદરબાર ચાલ્યો હતો.

સરપંચો બાદ પ્રમુખ – ડીડીઓએ તલાટીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં નાણાં પંચનાં કામો ઝડપી બનાવવા અને આયુષ્યમાન કાર્ડની કામગીરી ધીમી ચાલી રહી છે તેને વેગ આપવા, કોરોના રસીકરણ વધારવુ, વાસ્મોનાં કામો અટકયા છે તેને આગળ વધારવા અને રસ્તાનાં કામોને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી. તાલુકા કક્ષાએ જસદણનો આજનો પ્રયોગ સફળ રહેતા હવે આગામી સપ્તાહે અન્ય તાલુકામાં પણ લોકદરબાર યોજવા જિલ્લા પંચાયતનાં શાસકો વિચારી રહયા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.