પોરબંદર ખાપટની ત્રણ શાળામાં ૯૮ ભૂલકાઓને પ્રવેશ અપાયો

ગાંધીનગરથી આવેલા અધિક અંગત સચિવની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સરકારી શાળાઓમાં બાળકોને મહાનુભાવો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. આ તકે ગાંધીનગરથી આવેલા અધિક અંગત સચિવશ્રી એ.પી. મકવાણા સહિત મહાનુભાવોની ખાપટ સીમ-૧ ક્લસ્ટરની # શાળાઓમાં ૯૮ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. તથા આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાયો હતો.

આ તકે શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે, આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. શાળામાંથી એક પણ બાળક ડ્રોપ આઉટ ન થાય4 બાળકો શિક્ષણની સાથે સાથે ખેલકૂદમાં પણ આગળ વધે4 તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તથા શાળામાં મધ્યાન ભોજનની ગુણવતા નિયમિત ચકાસવા શિક્ષકોને સૂચન કર્યા હતા. શાળા સમય બાદ ઘરે પણ બાળકોને શિક્ષણ સહિત તેઓનું સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યરત રહેવા વાલીઓને અપીલ કરી હતી. આ તકે વિદ્યાર્થીઓને સ્વચ્છતા કીટ, પુસ્તકો, અભ્યાસ કીટ, પાપા પગલી કીટ વિતરણ કરાઇ હતી. વિદ્યાર્થીઓનું અને દાતાઓનું સન્માન કર્યું હતું. શાળાની ભૌતિક જરૂરીયાતો, ઘટ ઉપરાંત વાલીઓ અને એમ.સી.એમના સભ્યો સાથે ચર્ચા કરવાની સાથે ક્લસ્ટરની તમામ શાળાના આચાર્ય સાથે ક્લસ્ટર રિવ્યૂ લેવાયા હતા. શિક્ષકો અને આચાર્યશ્રીની કામગીરીને બિરદાવી હતી.

કાર્યક્રમમાં  મહાનુભાવો, દાતાઓ, બિલડી સીમ-૨, ખાપટ સીમ-૧ અને સીમ-૨ આચાર્યશ્રીઓ, સી.આર.સી  શિક્ષકો4 વાલીઓ4 આંગણવાડીનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.