મોકાના ક્વાર્ટર મેળવી લેતા કર્મચારીઓના ક્વાર્ટરનો ઉપયોગ નિવાસ કે વ્યાવસાય ?
સરકારના અસંખ્ય વિભાગો છે તેમાં સહુથી વધુ બદનામ એટલે કે વગોવાયેલા જોઈએ તો કેન્દ્ર સરકારનો કોસ્ટગાર્ડ અને રાજ્ય સરકારનો રેવન્યુ વિભાગ લોકમુખે ગણાય છે, આવા વિભાગના કેટલાંક કર્મચારીઓના ક્વાર્ટર પર નેઇમપ્લેટમાં જે તે કર્મચારીની ઓળખ માત્ર નિયમ પૂરતી દર્શાવીને, જ્યારે એ કર્મચારીના પરીવારના અન્ય સદસ્યોની ખાનગી તથા કોમર્શીયલ ઓળખ બૌ જ મોટી દર્શાવવામાં આવે છે. જો કે આલા અધિકારીઓ આવી ક્ષુલ્લક તપાસ તો નહીં કરાવે પરંતુ જો કરાવે તો પોરબંદરમાં અસંખ્ય સરકારી ક્વાર્ટર એવા મળી આવે તેમ છે જ્યાં એક જ ક્વાર્ટરની બે કે તેથી વધુ ઓળખ દર્શાવવામાં આવી રહી હોય છે.
ખરેખર તો ક્વાર્ટર એ સરકારી કર્મચારી અને એના પરીજનોનો આશરો હોય છે પરંતુ એનો ઉપયોગ એ જ કર્મચારીના કોઈ પરીજન વ્યાવસાયિક કરે તો એને રોકવાની પહેલી જવાબદારી એ લાભાર્થી કર્મચારીની છે, જેને જનતાના tax ના પૈસે અને મામૂલી ભાવે આવો લાભ મળ્યો હોય, આ અંગે જો જીલ્લા કલેકટર શ્રી ખાનગી તપાસ કરાવે તો આવા અસંખ્ય ક્વાર્ટરો મળી રહેશે જેમાં લાભાર્થીના લાભને એના જ પરીવારના કોઈ સદસ્યો ઓહિયા કરી રહ્યા હોય. શું PWD તપાસ કરાવશે ? જો તપાસ માટે પુરાવાઓ તંત્રથી એકત્ર ન થતા હોય તો AB2News આવા પુરાવા આપી શકે તેમ છે. અને તો પુરાવાને ધ્યાને રાખીને માનનીય જીલ્લા કલેકટર એવો આદેશ બહાર પાડશે? કે જે તે ક્વાર્ટર પર જે તે લાભાર્થીના નામ સિવાયના અન્ય ખાનગી નામો તાત્કાલિક અસરથી દૂર કરવા અને જો દૂર ન કરે તો એનો ક્વાર્ટર લાભ જતો કરવો.
વાહનોમાં હોદ્દાઓનો ઉલ્લેખ કરવાનું લગીરે નહીં ચૂકતા અને જનતાના મૌનને લોક મૂર્ખાઈ સમજી લેતા મોટાભાગના કર્મચારીઓ ક્વાર્ટરમાં પણ પરીવારના વિવિધ સદસ્યોની તકતી ટાંગીને માનસિક વિકલાંગતા છતી કરે છે, ઉલ્લેખનીય છે કે જ્યારે જનતા સમુચી જાગશે ત્યારે જનતાના પૈસે ઓળવી લેવામાં આવતા આવા તમામ લાભો આવા જ માનસિક પંગુ કર્મચારીઓ પહેલા ગુમાવી બેસસે ?