તમે જે છો તે બની ને રહો સમાજ ને શું ગમશે તેની ચિંતા નાં કરો

શું તમે પણ જીવન તમે જે છો જ નહિ તેવી રીતે જીવવાની કોશિશ કરો છો તો આ પોસ્ટ તમને એક અદભૂત જ્ઞાન આપશે.

તમે જે છો તે બની ને રહો સમાજ અને દુનિયા માટે પોતાની જાત ને બદલવાની કોશિશ નાં કરશો ..

મોટાભાગે આપણે કોઈક રીતે આપણી જાત ને બીજા શું કહેશે સમાજ શું કહેશે તે રીતે જીવવાની કોશિશ કરતાં હોઇએ છીએ તેના પરિણામે જીવન બોજ સમાન તેમજ જેલ જેવું લાગવા માંડે છે લાગે છે કે આપણે આપણા જ શરીરમાં ગૂંગળાઈ ને જીવતા હોઈ તેવું લાગવા માંડે છે એટલે જ આપણે માસ્ક પેહરી રાખ્યું છે ખોટી personality નું તેને ઉતારવું ખુબજ જરૂરી છે

એક વાત સ્પષ્ટ કહી દઉં કે જો તમે એક વાર આ ખોટી perosnality નું માસ્ક ઉતારશો એટલે તમારા મન પર થી બોજ સાવ ઉતરી જશે અને તમે ખુબજ સારી રીતે જીવન જીવી શકશો એટલે તમે જે છો તે બનીને રહો સમાજ, દુનિયાં કે કોઈપણ વ્યક્તિ માટે તમારી જાત ને બદલશો નહિ કેમકે પ્રભુ એ બધાને અલગ વ્યક્તિત્વ આપ્યું છે એટલે તેને નીખારવું એ આપણા ઉપર છે માટે આજ થી પોતાના મનને આધારે જીવવાનું ચાલુ કરો બીજા કે એમ નહિ પણ પોતાની તમારી જાત કે એમ જીવવાનુ ચાલુ કરી દેજો..

BY KRUNAL GIDWANI