ખેલ મહાકુંભના પોરબંદરના વિજેતા ખેલાડીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ પરિસંવાદ કર્યો

૧૧માં ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા પોરબંદર જિલ્લાના ખેલાડીઓે તથા જિલ્લા રમત સંકુલના ૨૬ વિજેતા ખેલાડીઓને જિલ્લા કલેકટરે પ્રમાણપત્ર પાઠવીને ભવિષ્યમાં તેઓ વધુ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પોરબંદર સ્થિત સરકાર દ્વારા સંચાલિત જિલ્લા રમત સંકુલ ખાતે ભણવાની સાથે સાથે વિવિધ રમત- ગમત સાથે જોડાયેલા અને ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડાલિસ્ટ વિજેતાઓ સાથે કલેકટરશ્રી અશોક શર્માએ જિલ્લા સેવા સદન ૧ સભાખંડ ખાતે પરિસંવાદ કર્યો હતો. જેમા રનર્સઅપ ટીમને પણ પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે કલેકટરશ્રી રમતવીરોને ખેલનું મહત્વ સમજાવી જણાવ્યું કે, ખેલ ક્ષેત્રે આગળ વધવા માટે પૌષ્ટિક‌ અને પૂરતો આહાર, રમતગમત શારિરીક માનસિક વિકાસ, ખેલદિલી અને ટીમવર્ક, અભ્યાસમાં પૂરતું ફોકસ, રમતગમત દ્વારા વ્યક્તિ ઘડતર, હરીફ ટીમ પાસેથી પણ કંઇક શીખવાની વૃત્તિ વગેરે મુદ્દા પર વિસ્તૃત માર્ગદર્શન આપી ખેલાડીઓને પ્રમાણપત્ર પાઠવી ભવિષ્યમાં વધુ આગળ વધો તેવી શુભેચ્છા પાઠવી હતી.