ગરીબ કલ્યાણ સંમેલન’ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિવિધ જનહિતની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ; જેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી છે.
“ગરીબ કલ્યાણ સંમેલન” અંતર્ગત કેન્દ્ર સરકારની વિવિધ લોકોપયોગી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતના 23 યોજના ના લાભાર્થીઓ સાથે CM એ સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર મહાત્મા મંદિર ખાતેથી વર્ચ્યુઅલ જોડાઇ છે. રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ અને શહેરી), જલજીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રેશનકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત પી.એમ જન આરોગ્ય યોજના થકી નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં અંદાજે ૮હજારથી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે.
૩૨ જિલ્લાથી તથા તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી યોજાનાર આ કાર્યક્રમમાં ૫ કેન્દ્રિય મંત્રી, રાજ્ય સરકારના તમામ મંત્રી, તમામ સંસદ સભ્ય સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે રાજ્ય તથા જિલ્લા કક્ષાના કાર્યક્રમનું રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે જોડાણ થશે. રાષ્ટ્રીય સંમેલનમાં વડાપ્રધાનશ્રી લાભાર્થીઓ સાથે શિમલા, હિમાચલ પ્રદેશથી સીધો સંવાદ કરશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી “કિસાન સન્માન નિધિ”નો ૧૧માં હપ્તો ખેડૂત લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરશે.
ગરીબ કલ્યાણ સંમેલન’ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિવિધ જનહિતની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ; જેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી છે.