માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી ગયાનું સાબિત

માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી ગયાનું સાબિત ગુજરાતમાં માસ પ્રમોશનની કળ ઉતરતા હજુ વાર લાગશે ધો.9, ઘો.11ની પરીક્ષા લીધા બાદ સ્પષ્ટ થયુ કે મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓ કાચા પડ્યા છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે પ્રત્યક્ષ પરીક્ષા નહીં આપીને ધોરણ 9 અને ધો.11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા પણ તેનો પાયો નબળો રહ્યો હતો તે આ વર્ષે લેવાયેલી પરીક્ષાના પરિણામમાં સ્પષ્ટ દેખાયું છે. ઉત્તરવહી ચકાસણીમાં જોવા મળ્યું છે કે લાંબા ઉત્તરોમાં વિદ્યાર્થીઓ કાચા પડ્યા છે. પ્રમોશનના નિયમો એવા છે કે વિદ્યાર્થીને હવે નાપાસ થવું અઘરું થઈ ગયું છે તેથી સંસ્થા જાળવવા મોટાભાગની શાળાઓમાં ગુણવત્તાને બદલે ગુણ વધારો કરીને વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં ચડાવી દેવામાં આવે છે જેથી આખરે તો શિક્ષણની ગુણવત્તાને જ હાનિ પહોંચે છે અને આવું કેટલાય વર્ષોથી થઇ રહ્યું છે. ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ નીતિ પુનઃ લાવવાની વાતો વખતો વખત થાય છે પરંતુ અમલીકરણ થતું નથી. જેથી ગુજરાતનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કથળ્યું છે .